પસંદગીના પાત્ર સાથે લગ્ન ન થતા યુવકનો ઝેર પી આપઘાત

1715

તાલુકાના બાવળયારી ગામના યુવકના પસંદગી મુજબના પાત્ર સાથે લગ્ન ન થવાથી લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે.

ધોલેરા તાલુકાના બાવળયારી ગામના મહેન્દ્રસિંહ મનુભાઈ રાઠોડે ઉં. વ.૨૫  વલભીપુરના રંગપર ગામની સીમમાં ગત રાત્રી થી આજ વહેલી સવારની વચ્ચે કોઈ પણ સમયે ઝેરી દવા ગટગટાવી જતા મોત થયું છે. મૃત્યુ પામનાર મહેન્દ્રસિંહના ભાઈએ પોલીસ પૂછપરછમાં બનાવનું કારણ દર્શાવતા જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ જે યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છુક હતા તે યુવતી સાથે કોઈ કારણોસર લગ્ન ન થઈ શકતા પ્રેમમાં નાસીપાસ થઈને એમના ભાઈએ આત્મહત્યા કરી છે. વલભીપુર પોલીસે આ બનાવની ફરિયાદ દાખલ કરી આત્મહત્યાનું  કારણ તપાસવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleરાજુલાના રામપરા ગામે એનએસએસ કેમ્પનું આયોજન
Next articleબાળ વિજ્ઞાન સાહિત્ય અને સર્જનાત્મકતા તળે કાર્યશાળા