ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા “બાળવિજ્ઞાન સાહિત્ય અને સર્જનાત્મકતા” વિષય ઉપર એક કાર્યશાળા યોજાઈ. શાસનાઅધિકારીશ્રી યોગેશભાઈ ભટ્ટ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યશાળાનો વિશેષ લાભ ભાવેણાઓને મળે તે હેતુથી ભાવનગર તેમજ અમદાવાદના તજજ્ઞો ડૉ.અરુણભાઈ દવે, ડૉ.ડી.સી.ભટ્ટ, ડૉ.કિશોર પંડ્યા, ડૉ.રક્ષાબેન દવે, ડૉ.રવિન્દ્રભાઈ અંધારીયાએ રસાળશૈલીમાં વિજ્ઞાન સાહિત્યનાં લેખનમાં સર્જનાત્મકતા અંગે માર્ગદર્શન આપેલ.
જુદાં-જુદાં સાહિત્યકારો-લેખકો-વૈજ્ઞાનીઓએ વિજ્ઞાન લેખન માં ભાષા શુદ્ધિ, માનવ શરીર અંગોની સાથે જુદી જુદી વનસ્પતિના અંગો તેની ઔષધિય ઉપયોગીતા દ્વારા વિજ્ઞાન લેખનમાં સર્જનાત્મકતા લાવવાનો પ્રયાસ થયો. વાયુજુથ અનુસાર વિજ્ઞાન લેખન માં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જેથી વાચક રસ લેતો થાય. લેખન કાર્ય માટે ભાષાનિયામક દ્વારા પ્રકાશીત પુસ્તકો-ભાષા વિવેક, ભાષા ગૌરવ અને ભાષા સૌદર્ય જેવા પુસ્તકો ખાસ વાંચવા પર ભાર મુકવામાં આવ્યો. વિજ્ઞાનમાં વાર્તા લેખન અને કવિતાથી કેવી રીતે બાળકોને વિજ્ઞાનમાં રસ લેતા કરાય તે પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા સમજાવાયું.
સાથી મિત્રો અને આ કાર્યક્રમમાં ભાવનગરની સરકારી-ખાનગી શાળાનાં આશરે ૭૫ જેટલા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકોએ ભાગ લીધો.