વિઝન મિશન સ્ટ્રેટજી ત્રણ દિવસના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે કણકોટ મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ, તા. ઘોઘા ખાતે કાર્યક્રમનું ઉદ્દઘાટન સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના હસ્તે મહિલા દુધ ઉત્પાદકોની બહોળી સંખ્યામાં કરવામાં આવ્યું. આ પ્રસંગે સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડિરેકટર એચ.આર. જોષીની વિશેષ ઉપસ્થિતિ રહી. શરૂઆતમાં કણકોટ-મ દુધ મંડળી તરફથી ચેરમેન તથા મેનેજીંગ ડિરેકટરનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું. હાજર મહિલા દુધ ઉત્પાદકોને ઉદ્દબોધન કરતા એચ.આર.જોષીએ સર્વોત્તમ ડેરી તરફથી દુધ ઉત્પાદકોને ડેરી તરફથી મળતા લાભાલાભ વિશે, સર્વોત્તમ દબાણથી પશુને થતા ફાયદાઓ વિશે જણાવેલ તેમજ પહેલા ખેતીને મુખ્ય ધંધા તરીકે અપનાવવામાં આવતો હતો હવે સમય બદલાયેલ છે. અને પશુપાલનને મુખ્ય ધંધા તરીકે સ્વીકારવાનો સમય આવે છે. મહેન્દ્રભાઈ પનોતે જણાવેલ કે હાલના સંજોગોમાં પરંપરાગત ઢબે થતા પશુપાલનમાં બદલાવ લાવી ઓછા ખર્ચે વધારો નફો મેળવવા માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા અનુરોધ કરેલ. આપના મહામુલા પશુધનને કૃત્રિમ બીજદાન થકી સારી ઓલાદ મેળવીને વધારે દુધ ઉત્પાદન મેળવી શકાય છે.