બરવાળા મુકામે આવેલ સંસ્કારભારતી વિદ્યામંદિરનો પાંચમો તેમજ સરસ્વતી વિદ્યા મંદિરનો એકવીસમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બળવંતસિંહ મોરી(પ્રમુખ બરવાળા ન.પા.) દિલુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રભાઈ રાણપુરા ,જયપાલસિંહ ઝાલા(મેનેજીંગ ટ્રસ્ટી) સહીતના આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા ખાતે સંસ્કારભારતી વિદ્યામંદિરના ગ્રાઉન્ડમાં સંસ્કારભારતી વિદ્યામંદિર તેમજ સરસ્વતી વિદ્યામંદિર બંને શાળાઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ બંને શાળાના ૧૪૦ જેટલા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત આગેવાનોના વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર,મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાં વિવિધ લોકનૃત્યો, નાટક,રસ-ગરબા સહીતની કૃતિઓ મુખ્ય આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્યો,સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.