વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

756

મઝદુરસંઘનાં રાષ્ટ્રિય નેતા જે.જી.માહુરકર, જનરલ સેક્રેટરી તથા વાઈસ પ્રેસીડેન્ટ એન.એફ.આઈ.આર.નાં ૮૫માં જન્મ દિવસનાં ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ ભાવનગર ડીવીજન દ્વારા મજદુર સંઘ પ્રિમીયર લીગ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો શૂભારંભ ડી.આર.એમ. રૂપા શ્રીનિવાસન દ્વારા વિધિવત રીતે કરવામાં આવેલ તથા તેમણે તેમનાં ઉદ્‌બોધનમાં મજદુર સંઘ દ્વારા રેલ કર્મચારીઓ અને તેમનાં પરિવાર પ્રત્યે થઈ રહેલ સામાજિક, શૈક્ષણિક તેમજ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંગે પ્રશંસા કરેલ. સંઘનાં વર્કિંગ,જનરલ સેક્રેટરી આર.જી.કાબર દ્વારા ટુર્નામેન્ટ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત એડીઆરએમ રાકેશ રાજપુરોહીત તથા બીડીએસનાં સેક્રેટરી સીનીયર ડીએસટી અખિલેશ વર્મા દ્વારા પણ ખેલાડીઓને તથા આયોજકોને ટુર્નામેન્ટ સારી રીતે સફળ થાય તેવી શુભેચ્છા પાઠવેલ. ટુર્નામેન્ટમાં ભાવનગર ડીવીઝનનાં રેલ્વેનાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં ૩૫ ટીમ ભાગ લઈ રહી છે. વિજેતા થનાર ટીમને રોકડ રકમ રૂા.૧૦૦૦૦ અને રનર્સઅપને રૂા.૫૦૦૦ કેશ એવોર્ડ તથા ટ્રોફી આપવામાં આવશે. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ડીવીઝનલ ચેરમેન ગીરીશ મકવાણા તથી ડીવીઝનલ સેક્રેટરી બી.એન.ડાભીનાં માર્ગદર્શન હેઠળ પ્રકાશ રાઠોડ, યુવરાજસિંહ જાડેજા, સચીન પરમાર, સંદિપ ચાવડા, મહેશભાઈ દવે, કુણાલ કાબર, પરાક્રમ આચાર્ય, સૌરવ પાંડે, ભાર્ગવ મહેતા તથા સુરા માસા, સાંરગ ખંદારે વગેરે સંઘના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleઅપહરણ, બળાત્કારનાં આરોપીને પાણવીથી ઝડપી લેતી વલભી.પોલીસ
Next articleલૂંટના ગુનાના ફરાર આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી