આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહરે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાઝ પઠાણ ની સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુકેશ ઉર્ફે હોડલી જસમતભાઇ ઉર્ફે બાલાભાઇ વાઘેલા દેવી પુજક રહે. રાજસ્થળી તા. પાલીતાણા મુળ વતન-જસપરા વાળો સફેદ ચેકસ વાળો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરીને પીલગાર્ડન ના પાછળના દરવાજા પાસે સંતાયને ઉભો છે. જે હકિકત વાળી જગ્યા એ જતા મજકુર ઇસમ હાજર મળી આવતા તેની ઘોરણસર અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ અને સદર બાબતે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.