ભાવનગર શહેર પોલીસતંત્ર દ્વારા સરકારી કન્ડમ વાહનોની જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં એસ.પી. માલની સુચનાથી ૧-૧ વાહનોની હરરાજી કરી બોલી લગાવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર પોલીસ વિભાગના કન્ડમ થઈ ગયેલ ર૮ બાઈક, પ બોલેરો, ૧ જીપ, ૧ પાણીનું ટેન્કર, બેટરીઓ, ટાયરો સહિતના માલસામાનની જાહેર હરરાજી કરવામાં આવી હતી. હરરાજીના સમયે એસ.પી. માલ હાજર રહ્યાં હતા અને નાના વ્યક્તિઓને લાભ મળે તેવા હેતુથી ૧-૧ વાહનોની હરરાજી કરાઈ હતી. જેમાં પોલીસ તંત્રને સારી એવી આવક થવા પામી હતી.