ધંધુકા-રાણપુર રોડ પર આજે સાંજના સુમારે બે ફામ અને ગફલત ભર્યા ડમ્પર ચાલકો બાઈકને ટક્કર મારતા ગુંજાર ગામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.
અકસ્માત ઘટનાની જાણ થતા ધંધુકા પોલીસ ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલક કણજરીયા મેહુલભાઈ ઘનશ્યામભાઈ (ઉ.વ.૧૯) વર્ષ રહે. ગુંજાર ગામનો જે બાઈક પર સવાઈ થઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે યમરાજ રૂપે ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા સતવારા સમાજના યુવકનું ઘટના સ્થળે મોત નિપજતા ગુજાર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ થયેલ યુવકના વાલીએ ધંધુકા પોલીસમાં ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જ ે સંદર્ભે ગુનો નોંધવામાં આવેલ અને ફરાર થઈ ગયેલ ડમ્પર ચાલકને ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકનું પીએમ ધંધુકા રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા બાદ મૃતદેહ તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત ઘટનાની વધુ તપાસ ધંધુકા પોલીસ ચલાવી રહી છે.