બે વર્ષ પૂર્વે જેસર ગામે એક નરાધમ શખ્સે માત્ર ૯ વર્ષની માસુમ બાળા ઉપર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરીયાદ જે તે સમયે નોંધાઈ હતી. આ અંગેનો કેસ આજરોજ શનિવારે મહુવાના એડીશ્નલ સેશન્સ જજ એમ.એમ. સિંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૨-૪-૨૦૧૭નાં રોજ જેસર ગામે રહેતા ગૌતમ ધીરૂભાઈ જેઠવા ઉ.વ.૨૮, નામના શખ્સે જેસરનાં ફરિયાદીની ભોગ બનનાર દિકરી ઉ.વ.૯ નામની માસુમ બાળાને મેડા ઉપર પાણીનો ગ્લાસ ભરી લાવવાનું કહી ભોગ બનનારને ધક્ક મારી મોઢી દબાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્ય હતું.
આ અંગેની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગૌતમ જેઠવા સામે ઈપીકો કલમ ૩૭૬, અને પોસકો એક્ટની કલમ ૪, ૮ મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ શનિવારે મહુવામાં એડીશ્નલ સેશન્સ જજ એમ.એસ. સિંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે ૨૨ સાક્ષીઓ તથા ૩૨ દસ્તાવેજી પુરાવાના આધારે સરકારી વકિલ અરવિંદભાઈ સોલંકીની દલીલોને ધ્યાને રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૧૫ હજારનો રોકડ દંડ તથા ભોગબનનારની કુમળીવય તેણીની આર્થિક સ્થિતી અને દરજ્જો ધ્યાને લેતા તેણીનું યોગ્ય પુનઃ સ્થાપન થઈ શકે તે માટે વળતર ચુકવવા ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીને જાણ કરવામાં આવેલ છે.