મારો દીકરો તૈમુર રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છેઃ કરીના

598

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની સુંદરતાની સાથેસાથે હાજરજવાબીના કારણે પણ જાણીતી છે. હાલમાં યોજાયેલા ફેશન અવોર્ડ શોમાં કરીનાએ મોસ્ટ સ્ટાઇલિશ અવોર્ડ જ્યુરી ચોઇસ (ફિમેલ) જીત્યો હતો. આ ફંક્શનમાં કરીનાએ મોસ્ટ સ્ટાલિશ અવોર્ડ (મેન) જીતનાર રણવીર સિંહ વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે મારો દીકરો તૈમુર તો રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છે.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન જેટલી લોકપ્રિયતા તેના દીકરા તૈમુર અલી ખાનની પણ છે.

તૈમુરની તસવીરો ઇન્ટરનેટ પર તરત જ વાઇરલ થઈ જાય છે. હાલમાં કરીનાએ એક નિવેદન આપતા કહ્યું છે કે હું ક્યારેય પાપારાઝીઓને મારા દીકરા તૈમુરની તસવીર ક્લિક કરતા નથી રોકતી. હું અને મારા પતિ સૈફ ક્યારેય તસવીર ખેંચવાથી રોકવામાં નથી માનતા.

Previous articleકોરિયોગ્રાફર સરોજ ખાનને કામ ન મળતાં સલમાન ખાને મદદ કરી..!!
Next articleરબાડાએ રસેલને ફેંકેલો યોર્કર ’બોલ ઓફ ધ આઈપીએલ’ બનશેઃ ગાંગુલી