ચંદીગઢમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગની મેચ રમાનાર છે. આઈપીએલની ૧૩મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. કિંગ્સ ઇલેવનની ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન અગાઉની મેચોમાં ધરખમ દેખાવ કરી ચુક છે. ક્રિસ ગેઇલ હાલમાં જોરદાર ફોર્મમાં હોવાથી તમામની નજર તેના ઉપર જ કેન્દ્રિત રહેશે. રાહુલ ઉપરાંત અશ્વિન, સરફરાઝ ખાન ઉપર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. અશ્વિનના નેતૃત્વમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ઘરઆંગણે દિલ્હી કેપિટલ ઉપર જીત મેળવવા માટે આશાવાદી છે. દિલ્હીની ટીમ પ્રમાણમાં નબળી દેખાઈ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચનું પ્રસારણ આવતીકાલે આઠ વાગ્યાથી કરવાાં આવશે. આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. બંને ટીમો નીચે મુજબ છે.
દિલ્હી કેપિટલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર (કેપ્ટન), લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ
કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ, ચક્રવર્થી, વિલજોયન