આરબીઆઈની નાણાંકીય સમીક્ષા પણ આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવે છે કે કેમ તેના ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય નીતિ બેઠક ગુરુવારના દિવસે નિર્ણય લેશે. નવા નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક પોલિસી બેઠકને લઇને શેરબજાર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગ જગતની નજર કેન્દ્રિત થઇ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યાજદરમાં ફરીવાર ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંક કરતા નીચે પહોંચી ગયો છે. જો રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે તો બજારમાં તેજી આવી શકે છે. બેંક અને ઓટો તથા રિયાલીટીના શેરમાં તેજીના ભણકારા વાગી રહ્યા છે. શેરબજારમાં વ્યાજદરમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવશે. કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ટાર્ગેટ કરતા ઓછો નોંધાયો છે. જે આદર્શ સ્થિતિ છે.