રખિયાલથી હિંમતનગર રેલવે લાઇન પર નવા ટ્રેકનું બીજા તબક્કાનુ નિરીક્ષણ પૂર્ણ

658

અમદાવાદથી ઉદેપુર વાયા હિંમતનગર રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન કરવાનું કામ લગભગ પૂર્ણ થતાં આ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવા માટે ગત તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી દહેગામ અને તાલુકાના રખિયાલ સુધી રેલવે સેફટી કમિશ્નર દ્વારા ટ્રેકનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતુ.

રખિયાલથી હિંમતનગર સુધીના ટ્રેકનું સફળ પરિક્ષણ પૂર્ણ થતાં લોકસભાની ચૂંટણી પછી જુન માસમાં આ રૂટ પર રેલ વ્યવહાર શરૂ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

દહેગામથી ઉદેપુર વાયા હિંમતનગર સુધીની રેલવે લાઇનને બ્રોડગ્રેજમાં ફેરવવાનું કામ પૂર્ણ થયા બાદ આ રૂટ પર ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે રેલવે સેફટી કમિશ્નર દ્વારા ગત ૨૮ ફેબ્રુઆરી ના રોજ અમદાવાદના અસારવાથી દહેગામ અને રખિયાલ સુધી પ્રતિ કલાક ૧૩૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ઇન્સ્પેકશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રખિયાલથી હિંમતનગર સુધીના ટ્રેકની તપાસણી માટે શુક્રવારે રેલવે સેફટી કમિશ્નર સુશિલચંદ્રા સહિતના અધિકારીઓ એ એક વિશેષ ટ્રેન તથા ખાસ ટ્રોલી દ્વારા રખિયાલ હિંમતનગર સુધીનું ટ્રેકનું નિરિક્ષણ કર્યુ હતુ. આ નવા તૈયાર કરાયેલા ટ્રેક પર પ્રતિ કલાક ૧૩૦ કિલોમીટરની ઝડપે ટ્રેન પણ દોડાવાઇ હતી.

આમ હવે અમદાવાદથી હિંમતનગર સુધીની રેલવે લાઇન ના ટ્રેકનું નિરીક્ષણ કામ કાજ પૂર્ણ થયું છે. જૂનમાં જ રેલવે વ્યવહાર શરૂ થવાની શક્યતાઓ રહેલી છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleકલોલ નજીક બંગલામાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયું, અમદાવાદ-રાજસ્થાનના ૩ શખ્સની ધરપકડ