હિંમતનગરમાં ફ્રુટના વેપારીઓ પર તવાઇ

553

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત વેચાણ થતા ફળોમાં કાર્બનની પડીકી નાખીને પકવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે શનિવારે જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પાલિકાના સહયોગથી ફળફળાદીઓના ૧૧ ગોડાઉનો પર દરોડા પાડીને અંદાજે રૂપિયા ૧.૩૯ લાખનો ૯૯૦ કિલો અખાદ્ય ફળફળાદી ના જથ્થાનો નાશ કરીને રૂપિયા ૧૫૫૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે ઉનાળામાં ગરમીના કારણે કાર્બન તથા અન્ય ઝેરી કેમીકલ રસાયણોનો ઉપયોગ કરીને કેટલાક લેભાગુ ફ્રુટના જથ્થાબંધ વહેપારીઓ દ્વારા કાયદાને છેડેચોક ભંગ કરીને પ્રજાના આરોગ્ય સામે ચેડા કરવામાં આવે છે. જેના કારણે ઉનાળામાં આવા કેમીકલ યુકત ઝેરી પદાર્થોથી પકવેલા ફળો ખાવાથી કોલેરા, ઝાડા-ઉલ્ટી, ફુડ પોઇઝનીંગ સહિતની બિમારીઓ નો લોકો ભોગ બની રહ્યા છે.

કેરી, કેળા, ચીકુ, તરબુચ સહિત અન્ય ફળોમાં કાર્બનની પડીકીઓ નાખી તેના રંગ બદલી આ ફળો પાકી ગયા હોય તેવો આભાસ કરી જથ્થા બંધ તથા છુટક વેપારીઓ લોકોના આરોગ્ય સામે ખેલ ખેલીને તગડો નફો કમાતા હોવાની માહિતી મળતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેકટર પવન પટેલ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા જુની જિલ્લા પંચાયત તથા શાકમાર્કેટ ની આસપાસ આવેલા ૧૧થી વધુ ફળફળાદીના ગોડાઉન પર દરોડા પાવડવામાં આવ્યા હતા.

Previous articleવિરમગામમાં જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, ૧૦ ઈજાગ્રસ્ત
Next articleસિવિલ હોસ્પિટલમાં ૮ દિવસની બાળકીને મૂકી રાજસ્થાની દંપતી ફરાર