જમ્મૂ-કશ્મીરના રાજૌરીમાં મુસાફરો ભરેલી એક ગાડી ખીણમાં ખાબકતા છ લોકોનાં મોત થયા છે. શનિવાર રાત્રે ટાટા મેજિક રાજૌરીથી દરહલ તરફ જનારા રોડ પર ધાંદકોટથી ૪૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.તો આ દુર્ઘટનામાં છ લોકોના મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જમ્મૂમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મુસાફરો ભરેલી આ ગાડી સબ્જી ગામ જઈ રહી હતી. ત્યારે ચાલકે એક વળાંક પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.