રાજસ્થાનના જોધપુરમાં લડાકૂ વિમાન મીગ ૨૭ યુ.પી.જી. દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મીગ ૨૭ રૂટીન મિશન પર હતુ અને આ વિમાને જોધપુરથી રૂટીન મિશન માટે ઉડાન ભરી હતી. પણ કોઈ કારણોસર મીગ ૨૭ તૂટી પડ્યું.. તો મીગ ૨૭ તૂટી પડતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને ઘટનાની જાણ પોલીસ તથા વાયુસેનાને કરી હતી. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા.
જોકે, મીગ ૨૭ કયા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયું તે હજુ જાણવા મળ્યું નથી. બીજી તરફ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે પણ હજુ સામે આવ્યું નથી. પરંતુ વાયુસેના દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા ૮ માર્ચે રાજસ્થાનના જ બિકાનેરમાં મિગ ૨૧ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે પાયલટ વિમાનથી સુરક્ષિત કૂદી પડ્યો હતો.