તા.૦૧-૦૪-ર૦૧૯ થી ૦૭-૦૪-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1239

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સાચવે છે. વધુ પડતો આત્મવિશવાસ અને અપેક્ષા પણ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. કાર્ય સફળતા મેળવવા માટે માત્ર ધીરજ અને સંતોષી બનવું જરૂરી છે. માત્ર હજુ થોડો સમય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં  સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી છે. વડિલોનું આરોગ્ય ચિંંતા આપી શકે છે. આર્થ્ક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મનો શનિ અને ભુતકાળના કર્મો સારા હશે તો દરેક ગ્રહોના આર્શીવાદથી ન ધારેલી સફળતા આ સમય મા મળી શકે છે.મ ાત્ર આળવૃત્તિ અને મનોરંજનનો ત્યાગ કરીને સમય શક્તિનો સદઉપયોગ કરવો જરૂરી છે. નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. મીલ્કત અને વિલવારસના કાર્યોનું આયોજન સફળ થશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વર્ત અને નિત્ય હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વીદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્ર ઉપર રાહુ ગ્રહનું ભ્રમણ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપીને આપનું મનોબળ નબળુ પાડી શકે છે. તેથીઅ ાત્મ વિશ્વાસ અને કાર્યક્ષમતામાં વૃધ્ધી કરવી જરૂરી છે. માત્ર મૌન બનીને કાર્યો કરશો તો સફળતા જરૂર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રમફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી વ્યય સ્થાનમાં રાહનું અશુભ ભ્રમણ વાસ્તવિક જીવન અને વાસ્તવિક વિચારોમાં જીવવાનું સુચવે છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોમાં અંજાય જશો તો મેળવેલું પણ ગુમાવવાનો વારો આવી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યો અને આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વર્ત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ અને સુર્ય ગ્રહનો અશુભ બંધનયોગ આત્મવિશ્વાસ નિર્બળ બનાવી શકે છે. જેથી કાર્ય સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે તેમ છતા કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્રથી રાશિ પત્તી શુક્ર ગ્રહ મિત્ર શનિના ધરમાં બુધ ગ્રહ સાથે  ભ્રમણ કરે છે. તેથી શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ મોજશોખ અને આનંદમાં જીવી શકશો  કાર્યસફળતાના યોગ સાથે આત્મસંતોષ પણ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો જાતે જ કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે.  યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટેશ નિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સુર્ય ગ્રહનું ભ્રમણ ગમેત ેવા રોગ શત્રુેથી વિજય અપાવે છે. અને સુર્યગ્રહનો બંધનયોગ આત્મવિશ્વાસ નિર્બળ કરવા માટે ભ્રમણ કરે છે. તેથી જ કાર્યો હોય તેમાં સમજણ સાથે નિર્ણય કરવાથી જ લાભ રહેશે. ઉતાવળા ન બનવું.  મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કામાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શુક્રવારના વર્ત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદથી કાર્ય સફળતાના યોગ મળે છે. નવા કાર્યોનું આયોજન સફળ થશે. માત્ર રાહુ ગ્રહનો બંધનયોગ ભુતકાળનો ત્યાગ અને વર્તમાનનો સ્વીકાર કરવાનું સુચવે છે. મઃલ્કિત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરીસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય વિષ્ણુભગવાનનુ પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનુ ભ્રમણ આર્થીક માનસિક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સૂચવે છે. શનિગ્રહની પનોતી અને સૂર્યગ્રહ અને રાશીપતી ગુરૂગ્રહનો અશુભ બંધનયોગ ન સહેવાય ન કહેવાય તેવી પરિસ્થિતી આપી શકે છે. માટે યથાવત સમય પસાર કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટકચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીના પ્રથમ કપરા તબક્કામા પણ કાર્ય સફળતા મળી શકે છે. માત્ર વાણી પર મીઠાશ અને કાર્યક્ષમતામા વૃધ્ધી કરવી જરૂરી છે. આજનું કામ આજે જ કરવાનો નિયમ આપને ન ધારેલી સફળતા આપી શકે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીાદરો વડીલોનો સહકાર મળશે આર્થિક પરિસ્થઇતી અને જારેર જીવન જળવાઈ રહેશે મોસાલપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળગ્રહનો બંધનયોગ અને બુધ્ધી સ્થાનમાં રાહુનુ ભ્રમણ આપની મતીભ્રમ ન થાય તેનું ધ્યાન રાખશો તો લાભ સ્થાનમા રાશીપતી શનિગ્રહની પ્રબળતા યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિશ્વાસ કેળવવો જરૂરી બનશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ મસાચાર મળી શકે છે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપની માટે ગોચરગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી શુખ સ્થાનમાં રાહુગ્રહનો અશુભ બંધનયોગ પણ કાર્ય સફળતાના યોગ મેળવવા માટે મોજશોખ અને આળસવ્રત્તીનો ત્યાગ કરવો જરૂરી છે. વિદેશથી શુભ સમાચાર મળશે નવાકાર્યથી લાભ રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્રના હજાર નામ વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

Previous articleગુજરાતમાં કાળઝાળ ગરમી : તાપમાન ૪૧થી ઉપર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે