મોટી પાણીયાળી કલસ્ટર પેટા શાળામાં દર શનિવારે લેવાય છે એકમ કસોટી

666

સરકારી કાર્યક્રમને કાગળ ઉપર જ ઉજવી દેવો કે તેને ગુણવત્તાસભર બનાવી હેતુ સરે તેવું કામ કરવું એ જે તે કર્મચારીઓની સુઝ ઉપર નિર્ભર કરે છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક પ્રાથમિક શાળામાં દર શનિવારે એકમ કસોટી ફરજીયાત કરવમાં આવી છે.પરંતુ પાલિતાણા તાલુકાનાં મોટી પાણિયાળી કલસ્ટરના સી.આર.સી કો ચૌહાણ જયંતીભાઇ દ્વારા તેની તમામ ૯ પેટા શાળામા તેને ઉત્સવ બનાવી દઇને ઉજવણી કરી છે. અને ખરેખર પરીક્ષારૂપે કસોટીનું આયોજન કરીને એક,બે,ત્રણ નંબર મેળવનારા વિદ્યાર્થીઓનાં ઇનામ વિતરણ કાર્યક્રમ ગોઠવવાનું આયોજન કર્યુ છે.

ગુજરાત રાજયમાં  પ્રાથમિક શિક્ષણનું સ્તર ખાડે ગયું હોય અને ગુણોત્સવ જેવા કાર્યક્રમમાં પરિણામમાં સુધારો આવે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકનીકચેરી દ્વારા પ્રથમવાર દર શનિવારે ખાનગી શાળાઓની જેમ યુનિટ ટેસ્ટ લેવાય છે. જેમાં કેટલીક શાળાઓ અને ગામડાઓએ  તેનો ઉદેશ ખરેખર સાર્થક થાય તેવા પ્રયત્ન કર્યા છે. તે પૈકી મોટી પાણિયાળી કલસ્ટરના સી.આર.સી  તથા તમામ શાળાનાં આચાર્યશ્રીઓએ ખરેખર આ સરકારી નહી પણ અમારા વિદ્યાર્થીનો  કાર્યક્રમ છે. તેમ સમજીને દરેક ધોરણમા પ્રથમ, દ્વિતિય તથા તૃતિય નંબર મેળવનાર તમામ બાળકને સી.આર.સી જયંતિભાઇ ચૌહાણ દ્વારા પ્રમાણપત્ર આપીને તથા દરેક શાળનાં આચાર્ય દ્વારાઆવા બાળકોને ઇનામ આપીને સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમમા પાલિતાણા  તાલુકાનાં કેળવણી નિરિક્ષક સોલંકી પ્રદિપભાઇ તથા પાલિતાણા તાલુકાનાં બી.આર.સી.  ગોહેલ હાર્દિકભાઇ પણ જોડાઇ બાળકોને પ્રોત્સાહિત કરેલ.

Previous articleસુરતના કતારગામ ખાતે આરોગ્ય સેમિનાર યોજાયો
Next articleયુવા શક્તિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ