ઢસા ચામુંડા મોટર ગેરેજના માલિકનું વલ્લભીપુર પાસે કાર અકસ્માતમાં ગંભીર હાલતે ઘાયલ થયેલ વહીવંચા બારોટ સમાજના આશાસ્પદ યુવાન મુકેશભાઈ (ઉ.વ.૪૦)નું ભાવનગર ખાતે સારવાર દરમિયાન થયેલ મોતથી સમસ્ત બારોટ સમાજ સ્તબ્ધ બહોળી સંખ્યામાં અતિમયાત્રા ઢસા ગામ સ્વેચ્છાએ બંધ પાળ્યો.
ઢસા ચામુડા મોટરગેરેજ માલિક વહીવંચા બારોટના યુવાન મુકેશભાઈનું વલ્લભીપુર પાસે કાર પલટી ખાઈ જતા તેમાં બેઠેલ મુકેશભાઈ તેમજ તેનો પુત્ર યશ (ઉ.વ.૧૧) જેને ગંભીર હાલતે ભાવનગર દાખલ કરેલ જેમાં મુકેશભાઈનું તા. ર૯ને શનિવારે સારવાર દરમિયાન મોત થયેલ.થી સમસ્ત બારોટ સમાજમાં શોક તેમજ ઢસા ગામ સ્વેચ્છાએ બંધ પાળી અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં જઈ હૃદયાજંલી અર્પી હતી. પુત્ર યશ હજુ સારવાર હેઠળ છે જેની તબીયત સુધારામાં છે આ તકે સ્વ. બચુભાઈ રેણુકાના પરિવારના તમામ બંધુઓ જેમાં બચુભાઈ ભગવાનભાઈ બારોટ (રેણુકા)ના પુત્ર સ્વ. મુકેશભાઈ જે. પ્રકાશભાઈબ ચુભાઈ, મયુરભાઈબ ચુભાઈના ભાઈ તેમજ અમુભાઈ તથા હીરાભાઈ લગ્ધર (રાજકોટ) (જમાઇ) તેમજ સુરાપુરા રામબાપુ રેણુકા પરિવારના બચુભાઈના પરિવાર કુટુંબી ભાઈઓમાં મોટીવડાળ, સ્વ. લખમણ બાપુ પરિવાર અમરૂતભાઈ તથા આઈદાનભાઈ તથા ભગીરથભાઈ હાલ રાજુલા, સ્વ. ભાયાબાપુ તથા સંત શિરોમણી ભીખારામબાપુ પરિવાર જુના સારવ, સ્વ્. જીવાબાપુ પરિવાર સાવરકુંડલા, સ્વ. લાખાભાઈનોદ પરિવાર, સ્વ. ઓધાભાઈનો પરિવાર, સ્વ. પથુભાઈનો પરિવાર, સ્વ. બાવભાઈનો પરિવાર, સ્વ. ધુસાભાઈનો પરિવાર, સ્વ. પ્રતાપભાઈનો પરિવાર, મનુભાઈ કેશોદનો પરિવાર, શિવદાનભાઈ જેતપુર, સ્વ. સાદુળભાઈ ગાધકડા પરિવાર, સ્વ. ખાટાભાઈ પરિવાર તથા સ્વ. ભયલુભાઈ ભાવનગર પરિવાર થાય છે. તેમ બચુભાઈ રેણુકા ઢસાના કુટુંબી બંધુ અમરૂભાઈ બારોટની યાદીમાં જણાવાયું છે.