સીહોરના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ મહેતા તથા પ્રેમજીભાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં શિહોર પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકી, પીએસઆઇ પરમાર, ત્રિવેદી તથા સિહોરના પોલીસ સ્ટાફ ટ્રાફિક બ્રિગેડ તથા અન્ય જવાનો આ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહેલ ત્યારે પીઆઇ સોલંકી દ્વારા બંને નિવૃત્ત થયેલ જમાદારો ને તેમનું નિવૃત્તિ જીવન સુખમય આરોગ્ય મય અને પરિવાર સાથે સરસ રીતે જીવો તેવી પ્રાર્થના કરેલ અને કોઈપણ જાતના વાદવિવાદ કે અન્ય કોઈ પરિસ્થિતિનો ભોગ બન્યા વગર પોલીસને વર્દીને દાગ લાગે નહીં તેવી નોકરી પૂર્ણ કરવા બદલ શુભકામનાઓ પાઠવેલ.