સુન સાથિયામાં કિયારા અને વરૂણની કેમિસ્ટ્રીની ચર્ચાઓ

786

વરૂણ ધવન બોલિવુડમાં સૌથી લોકપ્રિય અને કુશળ સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. તે પોતાની આવનાર ફિલ્મ કલંકને લઇને હાલમાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ જ ફિલ્મનુ એક ગીત જારી કરવામાં આવ્યુ હતુ. આ ગીતમાં કિયારા અને વરૂણ નજરે પડી રહ્યા છે. આ બંનેની જોડી તમામ ચાહકોને જોરદાર રીતે પસંદ પડી રહી છે. ચાહકો તરફથી આ જોડીને ખુબ પ્રશંસા મળી રહી છે. હવે ફરી એકવાર તેમની જોડી જોવા મળી રહી છે. કિયારાએ વરૂણની સાથે એક ડાન્સ વિડિયો શેયર કર્યો છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર વિડિયો રજૂ કરીને કેટલીક વાત કરી છે. આ નવા વિડિયોમાં કિયારા અને વરૂણ સુન સાથિયા પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે કલંકમાં ફરી એકવાર વરૂણ અને આલિયાની જોડી કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા અને સોનાક્ષી ઉપરાંત આદિત્ય રોય કપુર, સંજય દત્ત અને માધુરી પણ કામ કરી રહી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મને જોવા માટે ચાહકો ઘમા સમયથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મના ગીતો પહેલાથી જ સુપરહિટ સાબિત થઇ રહ્યા છે. વરૂણ ધવન બોલિવુડમાં થોડાક સમયમાં જ એક લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. ે આગામી દિવસોમાં વધુ કેટલીક હિટ ફિલ્મો આપે તેવી શક્યતા છે. ફર્સ્ટ ક્લાસ  ગીત પર આલિયા અને વરૂણના ડાન્સ બાદ હવે આ ગીત પણ ચર્ચામાં છે. આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની જોડી અગાઉ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર અને ત્યારબાદ બદરીનાથ કી દુલ્હનિયા ફિલ્મનો સમાવેશ થાય છે. કિયારા બોલિવુમાં કેટલાક સમયથી હોવા છતાં તે પોતાની લોકપ્રિયતા હાંસલ કરી શકી નથી. જો કે હવે તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.

Previous articleનટરાજ સી.પી. સ્કુલનો વાર્ષિકોત્સવ
Next articleરેખા રાણાને ભારત અરબ ફ્રેન્ડશીપ ફાઉન્ડેશનમાં મળ્યું સન્માન!