બીબીએ કોલેજના “રીટેલ મેનેજમેન્ટ” સર્ટીફીકેટ કોર્સ દ્વિતીય બેચ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

581

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા ધો.૧૨ ઉતીર્ણ વિદ્યાર્થીઓ માટે ૨ મહિનાનો રીટેલ મેનેજમેન્ટ વિષય પર સર્ટીફીકેટ કોર્સ શરુ કરવામાં આવ્યો છે. જેમાં હાલ દ્વિતીય બેચ સમાપ્ત કરી ૪૦ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર એનાયત કરવા માં આવ્યા. તેમજ હવે આગામી વિવિધ સર્ટીફીકેટ કોર્સ માં અનેક વિદ્યાર્થીઓએ જોડવા માટે  ઉત્સુક છે.

કોલેજ માં  સાંપ્રત સમયની માંગ મુજબ ના સર્ટીફીકેટ કોર્સ ચાલી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ના અભ્યાસક્રમ માં સફળ કારકિર્દી ના ઘડતર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિદ્યાર્થીઓને રીટેલ મેનેજમેન્ટ કોર્સ માં આવરી લેવામાં આવતા તમામ મુદ્દાઓ  બાબતે પ્રાયોગિક તાલીમ મળી રહે તે ઉદેશ્ય થી સેલ્સ ઇન્ડિયા ના રીટેલ એકમ ની મુલાકાતે  લઇ જવા માં આવ્યા હતા. તેમજ તેની સાથે સાથે બે કલાકની તાલીમ શિબિર પણ ગોઠવવા માં અવી હતી.

કોલેજના આચાર્ય ડો. રમાકાંતપૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને આ ઉત્કૃષ્ટ તાલીમ મેળવી તેમના વ્યવસાયિક જીવનમાં તેનો ઉપયોગ કરે. તેવી શુભકામના પાઠવવા માં આવી હતી. વધુમાં તેઓએ રીટેલ મેનેજમેન્ટની મહત્તા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ કોર્સમાં તાલીમ આપવા આવનાર તજજ્ઞ લોકોનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવે તેમ તેઓને  જણાવ્યું હતું. ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને આજના યુગમાં વિદ્યાર્થીઓ એ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર વધારે ભાર મુકવો જરૂરી બન્યો છે. તે બાબતે છણાવટ કરી હતી.મેનેજમેન્ટનો વિદ્યાર્થી સફળતા ત્યારેજ હાંસલ કરી શકે જયારે તેમનામાં ધંધાકીય કાર્યોના દરેક ક્ષેત્રે નિપુણતા કેળવેલ હોય.

સાંપ્રત સમયમાં ભારતના અર્થતંત્રમાં ધરખમ ફેરફારો જણાઈ રહ્યાછે. ત્યારે  અર્થતંત્ર મજબુત કરવાના દેશના પ્રયાસોમાં અત્રેની કોલેજ દ્વારા રીટેલ મેનેજમેન્ટ નો કોર્સ શરુ કરવામાં આવ્યો છે. કારણકે આગામી દિવસોમાં રીટેલ સેક્ટરમાં માર્કેટિંગ સહીત સ્કીલ ડેવલોપ યુવાઓની ધંધાકીય ક્ષેત્રના અલગ-અલગ કાર્યો માટેની નિપુણ અને જ્ઞાનકૌશલ્ય વર્ધક મેનપાવરની તાતી માંગ ઉભી થનાર છે. ઉપરોક્ત તાલીમ વર્ગથી તેઓના નોકરી મેળવવા તેમજ ધંધાકીય એકમની સ્થાપના કરવામાં ખુબ ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમ નું સંકલન કોર્સ ના સંયોજક પ્રો. મેથ્યુ જોહન દ્વારા કરવા માં આવ્યું હતું.

Previous articleઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ ૩૯૦૦૦થી નીચે જ બંધ રહ્યો
Next articleબનાસકાંઠા બેઠક પર સુપ્રિમના વકીલ ડૉ.ચંદ્રા રાજન અપક્ષ ઉમેદવારી કરશે