EMISATની સાથે ૨૮ સેટેલાઇટ લોન્ચ કર્યા

557

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક વધુ ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરીને શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી પીએસએલવી સી-૪પ દ્વારા આજે સવારે ૯-ર૭ કલાકે દુશ્મન દેશો પર નજર રાખવા માટે EMISAT સેટેલાઇટ સહિત ર૯ વિદેશી સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ભારતના સેટેલાઇટ ઈસ્ૈંજીછ્‌ સહિત અમેરિકાના ર૪, લિથુઆનિયાના બે અને સ્પેન અને સ્વિટ્‌ઝર્લેન્ડનો એક એક સેટેલાઇટ આજે સફળતાપૂૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રથમવાર ઇસરોનું મિશન એક સાથે ત્રણ અલગ કક્ષામાં સેટેલાઇટ લોન્ચ કરવાનું હતું જેમાં સફળતા મળી છે.

લોન્ચ કરવામાં આવેલ ૪૩૬ કિલોગ્રામનો ભારતીય સેટેલાઇટ EMISATનો ઉપયોગ ઇલેકટ્રોમેગ્નેટિક સ્પેકટ્રમને માપવા માટે કરવામાં આવશે. તેના દ્વારા દુશ્મન રાષ્ટ્રોની રડાર સિસ્ટમ પર નજર રાખવાની સાથે જ તેનું લોકેશન પણ જાણી શકાશે.

ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા આ સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને ૭૪૯ કિલોમીટર દૂર આવેલ ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અન્ય ર૮ સેટેલાઇટનું કુલ વજન રર૦ કિલોગ્રામ છે.

EMISAT ની સાથે ર૮ વિદેશી સેટેલાઇટને પ૦૪ કિલોમીટરની ઊંચાઇએ પીએસએલવી સી-૪પની મદદથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. ચોથા તબક્કામાં જ રોકેટને ૪૮પ કિ.મી. ઊંચાઇ પર લાવીને ત્રણ પ્રાયોગિક પેલોડની મદદથી ચંદ્રયાન-ર અભિયાન સાથે સંકળાયેલા કેટલાક ખાસ પ્રયોગો કરવામાં આવશે.

આમ EMISAT દુશ્મન રાષ્ટ્રો પર નજર રાખવા માટે ઘણો મહત્ત્વપૂર્ણ સેટેલાઇટ છે. EMISAT ની સાથે પીએસએલવી રોકેટ અન્ય ર૮ સેેટેલાઇટ લઇ ગયેલ છે જેને ત્રણ અલગ અલગ કક્ષામાં પ્રસ્થાપિત કરીને નવી ટેકનોલોજીનો પરિચય કરાવ્યો છે.

આ સેટેલાઇટના ફીચર્સની સમજ આપવા માટે મોટા સ્ક્રીન્સ પણ લગાવવામાં આવ્યા હતા. પ્રથમ વાર એવું થયું છે જ્યારે ઇસરોએ સામાન્ય લોકો માટે આ લોન્ચિંગ ખુલ્લું મૂકયું છે. આજે ૧,૦૦૦ જેટલા લોકોએ આ દૃશ્યને લાઇવ નિહાળ્યું હતું.

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ઈસરોએ એ સૌથી વધારે સેટેલાઈટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૩૦મિનિટમાં એક રોકેટ દ્વારા ૭ દેશોના ૧૦૪ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના નામે હતો. તેણે ૨૦૧૪માં એકવારમાં ૩૭ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા.

Previous articleનેપાળમાં વરસાદ અને તોફાનનો કહેર ૨૭નાં મોત, ૬૦૦થી વધુ લોકો ઘાયલ
Next articleમની લોન્ડરિંગમાં વાઢેરાને શરતી જામીન અપાયા