પુલવામામાં લશ્કરે તોયબાના ૪ આતંકી ઠાર

611

જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સુરક્ષા દળોને આજે ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામા જિલ્લાના લસ્સીપોરા વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધાર પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ લશ્કરે તોયબાના ચાર ત્રાસવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ચારેય ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હોવાની જાણકારી મળી છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા છે. સૈન્ય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગુપ્ત સુચનાના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હત. લસ્સીપોરા વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યા બાદ સુરક્ષા દળોની સાથે અથડામણ થઇ હતી. જેમાં ચાર ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર થયેલા તમામ ચારેય ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હોવાની માહિતી મળ્યા બાદ તેમાં પણ વધુ તપાસ ચાલી રહી છે. પુલવામા વિસ્તારમાં હજુ ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની મદદથી છુપાયેલા હોવાની માહિતી મળી રહી છે. પુલવામા હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા અવિરત કાર્યવાહી કરવામાં આવી રહી છથે. બીજી બાજુ થોડાક દિવસ પહેલા અનંતનાગ જિલ્લામાં સેના અને પોલીસે એક સંયુક્ત કાર્યવાહી દરમિયાન હિઝબુલના ત્રાસવાદીની ધરપકડ કરી હતી. તેની ઓળખ રમીઝ અહેમદ તરીકે કરવામાં આવી હતી. હવે તેની પાસેથી જંગી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા છે.  અત્રે નોંધનીય છે કે, ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં નહીવંત જેટલી ભરતી રહી છે  જ્યારે ૬૦થી વધારે  ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૮માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો.  આ પ્રવાહને જોતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા  આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના  અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. પુલવામાં ત્રાસવાદી હુમલા બાદ સેના અને સુરક્ષા દળો ઓપરેશન વધારે તીવ્ર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે. સેનાએ વધુ આક્રમક વલણ અપનાવીને કાર્યવાહી જારી રાખી છે. બીજી બાજુ પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન ઉપર ચારેબાજુથી દબાણ આવી રહ્યું છે છતાં પણ પાકિસ્તાન જૈશે મોહમ્મદ સામે કોઇ કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યું નથી. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંક્ડો ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ભારતે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે જેશના અડ્ડાઓ પર હુમલા કર્યા હતા. તેમના લોંચ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા.

પૂંછમાં પાક.નો ગોળીબારઃ બીએસએફ જવાન શહિદ, પ વર્ષની બાળકીનું મોત

સિઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન સતત ભારતીય સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે. સોમવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછના શાહપુર-કિરણી સેક્ટર, મનકોટ સેક્ટર તેમજ કૃષ્ણા ખીણમાં ભારે ગોળીબાર કરી હતી. આ ગોળીબારમાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીમા પર રક્ષા કરી રહેલ સુરક્ષા દળના ચાર જવાનો અને સેનાનો એક જવાન પણ પાકિસ્તાનની ગોળીબારીમાં ઇજાગ્રસ્ત થયા છે.પાકિસ્તાનની નાપાક હરકતમાં સ્થાનીક બાળકીનું મોત થયું છે અને ૧૪ જેટલા લોકો ઘાયલ થયા છે.  સુરક્ષા દળોની માહિતી મુજબ, સોમવાર સવારે પાકિસ્તાનની સેનાએ શાહપુર કિરણી, મનકોટ કૃષ્મા ખીણ વિસ્તાર સહિત પુંછ સેક્ટરમાં ભારે ગોળીબારી કરી હતી. પાકિસ્તાનની સેનાએ આ ગોળીબારીમાં ભારતીય સેના ચોકીઓ અને વિસ્તારના કેટલાક રહેઠાણ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાન તરફથી થતી ગોળાબારીનો સખત જવાબ આપતા ભારતે પણ સામે કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાન સેના સતત ગોળીબારી કરી રહી હોવાના એહેવાલ છે. સામાન્ય રીતે પાકિસ્તાની આતંકીઓને ભારતીય સરહદમાં ઘૂસાડવા માટે ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન આ પ્રકારની ગોળીબારી કરતું આવ્યું છે.

સીઆરપીએફને ટાર્ગેટ કરી બ્લાસ્ટ કરનાર શખ્સ જબ્બે

ખીણમાં આતંકવાદના પ્રયાય બની ચુકેલા જૈશના કુખ્યાત ત્રાસવાદી મોહમ્મદ ફૈયાઝ અહેમદ લોનની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શ્રીનગરમાંથી તેની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ બનિહાલ સુરંગની નજીક સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા કાર બોંબ વિસ્ફોટમાં આની મુખ્ય ભૂમિકા છે. આ હુમલાને અંજામ આ શખ્સે જ આપ્યો હતો. દિલ્હી પોલીસે આતંકવાદી ફૈયાઝના માથા ઉપર બે લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. આ કુખ્યાત ત્રાસવાદીની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યો હતો.લોન ૨૦૧૫થી ધરપકડથી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો.  શનિવારના દિવસે જમ્મુ તરફ જઇ રહેલા સીઆરપીએફના એક કાફલાને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાફલો જવાહરસુરંગ પાર કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટ થયો હતો.

બનિહાલ શહેરથી સાત કિલોમીટરના અંતરે આ બનાવ બન્યો હતો. એક કારના બહાને બે ગેસ સિલિન્ડરોમાં એકમાં આગ લગાડી દેવામાં આવી હતી. વાહન ચાલક આગ લાગવાથી પહેલા ફરાર થઇ ગયો હતો. ભારતીય સેના તરફથી બાલાકોટમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે કરાયેલા ગોળીબારમાં એક જવાનનું મોત થયું હતું. અંકુશરેખા સાથે જોડાયેલી ચોકીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. રાજૌરી જિલ્લાની અગ્રિમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરાયો હતો. શનિવાર, રવિવાર અને આજે સોમવારે સતત ત્રણ દિવસે પાકિસ્તાને ત્રાસવાદીઓને ઘુસાડવાનો હેતુસર ગોળીબાર જારી રાખ્યો છે.

 

Previous articleપુલવામા -૨ દોહરાવવાનો આતંકીઓએ પ્રયાસ કર્યો
Next articleરાજકોટ-અમદાવાદ-મુંબઇ વચ્ચેની ૨૬ ટ્રેનો શરૂ કરાઇ