વેરાવળના સમસ્ત તુરક જમાત ખાના ખાતે તા.૩૧ માર્ચના રોજ સમાજની જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં નવા ત્રણ વર્ષના પ્રમુખની વરણી કરવાની હતી. આ જનરલ બોર્ડની બેઠકમાં પ્રમુખ જાવેદભાઇ તાજવાણીએ હિસાબ કિતાબ રજુ કર્યા હતા. હિસાબ કિતાબ બાદ સમાજના પટેલની વરણી માટેની ચર્ચા વિચારણા થઇ હતી જેમાં દર ત્રણ વર્ષે તુરક સમાજની ચુંટણી થતી હોય છે પણ આ વખતે પ્રમુખ તરીકે જાવેદભાઇ તાજવાણીની સારી સમાજલક્ષી કામગીરીને ધ્યાને લઇ તેને બિરદાવી ફરીથી ચુંટણી વિના જ બિનહરીફ રીતે ત્રણ વર્ષ માટે પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રમુખ હનીફભાઇ ચૌહાઅ, હાજી ઇમરાન રામશા,સતારભાઇ રામશા, હાજી ગઢવી,સલીમભાઇ આગવાન, અનવરભાઇ ચૌહાઅ, ગફાર ચીરી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રમુખ પદે જાવેદભાઇને આવકારી તેમને ફુુલહાર કરી વધાવી લીધા હતા.