માંડવડા-૨ પ્રાથમિક શાળાને ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકામાં “ શાળા સ્વછતા એવોર્ડ- વર્ષ -૨૦૧૮/૧૯ “ થી સન્માનિત કરવામાં આવી હતી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- સિદસર ખાતે શાળાને એવોર્ડ આપવામાં આવેલ. જેમાં સ્મૃતિ ચિહ્ન , પ્રમાણપત્ર અને રૂ.૧૧૦૦૦/- નો ચેક જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કણસાગરા તથા ડાયેટના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટના વરદ હસ્તે શાળાને એનાયત થયેલ..આ એવોર્ડ પ્રાપ્ત થવાનો શ્રેય શાળાના નાના નાના બાળ ભૂલકાઓ, ગ્રામજનો, એસ.એમ.સી.અધ્યક્ષ , સરપંચ , શાળાના આચાર્ય ગીરીશભાઈ વાઘેલા તથા સ્ટાફગણમાં પ્રવીણભાઈ વાઘેલા, રાજુભાઈ ગોહિલ, વિપુલભાઈ મીઠાપરા ,પટેલ રોહિતભાઈ, ગોહેલ રામસંગભાઈ ,જયંતીભાઈ રાઠોડ તથા જાદવ સોનલબેન જેવા કર્મનિષ્ઠ ગુરુજનો થકી આ એવોર્ડ શાળાને પ્રાપ્ત થયેલ છે. વર્ષ-૨૦૧૮/૧૯ નો “ શાળા સ્વછતા એવોર્ડ” પ્રાપ્ત કરતી માંડવડા-૨ પ્રા.શાળાને શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયોત્સનાબા જાડેજા,કેની પ્રદીપભાઈ સોલંકી,બી.આર.સી હાર્દિકભાઈ ગોહેલ તથા મોટી પાણીયાળી કે.વ.શાળાના આચાર્ય બી.એ.વાળા તથા મોટી પાણીયાળી કલસ્ટરના સી.આર.સી. જયંતીભાઈ ચૌહાણ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.