સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડ (ગેરેજ) વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ જી. ગોહિલ તા.૩૧-૦૩-૧૯ ના રોજ પોતાની વય મર્યાદા પુરી થતા રીટાયર્ડ થયેલ છે. જે સિહોર નગરપાલિકામાં ૨૫ વર્ષ જેટલા લાંબા સમયથી એક જવાબદાર અને કર્મનિષ્ઠ અને નિષ્ઠાપૂર્વક તન-મન-ધનથી પોતાની ફરજ અને નોકરી જવાબદારી પૂર્વક નિભાવેલ છે. જેમનો આજે સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ ખાતે વિદાય સમારંભ ગોઠવાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, ચિફ ઓફિસર બી.આર.બરાળ, કોર્પોરેટર સુભાષભાઇ રાઠોડ, મુકેશભાઇ ગૌસ્વામી, આનંદભાઇ રાણા, ભરતભાઇ ગઢવી, ભરતભાઇ મોરી તથા વિભાગના તમામ કર્મચારી દ્વારા બહુમાન સાથે વિદાય આપવામાં આવી હતી અને અશોકભાઇને પોતાનું બાકીનું જીવન સુખ-શાંતિ અને તંદુરસ્તી સાથે રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.