ભાવનગર રેલ્વે ડિવીઝનનાં ૨૦૧૮-૧૯નાં નાણાંકિય વર્ષની આવક ૮૯૬.૩૮ કરોડ રૂપિયા થઇ છે. જે પાછલાં વર્ષની આવક ૮૧૦.૩૮ કરોડની તુલનામાં ૧૦.૬ ટકા વઘારે છે. નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯માં યાત્રીકભાડાની આવક ૧૩૮.૧૦ કરોડ, માલભાડાની આવક ૭૩૭.૬૯ કરોડ રૂપિયા તેમજ અન્ય કોચીંગ આવક ૨૦.૫૯ કરોડ રૂપિયા થઇ જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં યાત્રીક ભાડાની આવક ૧૪૧.૭૭ કરોડ, માલભાડાની આવક ૬૪૯.૩૫ કરોડ તેમજ અન્ય કોચીંગ આવક ૧૯.૨૬ કરોડ રૂપિયા થયેલી. ઉપરોક્ત આવક ઉપરાંત ધંધાકીય જાહેર ખબરમાંથી ૨.૬૪ કરોડ, ટીકીટ ચેકીંગમાંથી ૩ કરોડ, પાર્સલ સેવામાંથી ૧૪.૨૫ કરોડ, પાણી-પીણાનાં સ્ટોલમાંથી રૂા.૪૮.૧૨ લાખ તથા પાર્કીંગમાંથી ૨૧.૬૭ લાખ રૂપિયાની આવક થઇ છે. જે પાછલા પાંચ વર્ષમાં સૌથી વધારે થવા પામી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં ૩૪૭.૬ વેગન પ્રતિદિન માલવહન થયું છે. જે પાછળનાં વર્ષની તુલનામાં ૭.૩૧ ટકા વધારે છે. આ નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૧૩ મેટ્રીક ટન માલ ભરવામાં આવ્યો છે. પાછળનાં ૩ વર્ષ કરતા સૌથી વધુ છે.
પાછલા વર્ષથી ૧૫.૬૬ ટકા વધારે છે. ઉર્વરકોની કુલ ૪૧૯ રેંકોનાં વહન આ નાણાકીય વર્ષમાં થયું છે. અત્યાર સુધીની સૌથી સારૂં પ્રદર્શન છે. આ નાણાકીય વર્ષમાં ખાવાનાં મીઠાનાં ૨૧ રેક, ૬૭૬ વેગન ભરાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ૧૬૦૨ ડબલ કન્ટેનર રેક ભરવામાં આવ્યા, જે અત્યાર સુધીમાં વધુ છે. ભાવનગર ડિવીઝને આ વર્ષે દરમ્યાન મેઇલ એક્સપ્રેસ ટ્રેનોનાં સમય પાલનમાં ૯૮.૯૫ ટકા દર પ્રાપ્ત કર્યો છે. જે એક ઉપલબ્ધી હોવાનું રેલ્વેનાં વાણિજ્ય મેનેજર વી.કે.ટેલરે જણાવ્યું હતું.