તાલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને સસ્પેન્ડ કર્યા બાદ પેટા ચૂંટણી આવી હતી જેમાં લડત ચાલતી હતી અને આવેદનપત્રો અપાયા હતા. આજરોજ તેનો ચુકાદો આવ્યો હતો તેને રાજુલા આહીર સમાજે વધાવ્યો હતો. આ બાબતે કોંગ્રેસ અગ્રણી અને આહીર સમાજના આગેવાન બાબુભાઇ રામે જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે જ્યારે ચૂંટણી પર મનાઇ હુકમ આવ્યો છે ત્યારે આગામી સમયમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં જવાબ મળી જશે તેમ કહી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.