રાજુલાના ઉદ્યોગપતિ દ્વારા અનોખી ભક્તિ કરી અન્ય સમાજ તેમજ બધાને નવોે રાહ ચિંધ્યો છે અને એક ઉદાહરણ પાડ્યું છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલાના યુવા ઉદ્યોગપતિ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દ્વારા અનોખી પહેલ કરી છે. સાધુ બ્રાહ્મણોને સાથે લઇને હરીદ્વારમાં કથાનું આયોજન કરી જાત્રા કરાવશે ત્યારે આ અનોખી સેવા ઉડીને આંખે વળગી રહી છે. આમ તો લોખંડનો વ્યવસાય કરે છે પણ આ ઉદ્યોગપતિ ભરતભાઇ બોરીયાનું હ્ય્દય સેવા જેવું કોમળ છે તેવું ફલિત કર્યું છે.
આ જાત્રા આગામી સપ્ટેમ્બર માસમાં યોજાશે જ્યાં રાજુલાના વતની એવા ભાગવતાચાર્ય યજ્ઞેશભાઇ ઓઝા આગવી શૈલીથી કથાનું રસપાન કરાવશે ત્યારે આ ઉદ્યોગપતિએ રાજુલાનું ગૌરવ વધાર્યું છે. તેમજ શાસ્ત્રી યજ્ઞેશદાદા જે પૂજ્યભાઈજી રમેશભાઇ ઓઝાના પરમ શિષ્ય એ ભાગવતાચાર્યની પદવી હાંસલ કરી છે અને ઉદ્યોગપતિ ભરતભાઇ બોરીચા એ અગાઉ રમેશભાઇ ઓઝાની રાજુલા ખાતે વિદેશમાં ડંકો વગાડ્યો તે સપ્તાહના મુખ્ય યજમાન બની કથાનો પૂર્ણ લાભ લીધેલ અને આ વખતે હરીદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સપ્ટેમ્બરમાં આયોજન કરી કાઠી ક્ષત્રિયોનું ગૌરવ વધાર્યું છે.