યમરાજાનું કાળચક્રઃ રાજ્યમાં ૩ જગ્યાએ અકસ્માત, ૬નાં મોત, ૧૦થી વધુ ઈજાગ્રસ્ત

751
gandhi712018-1.jpg

આજે રાજ્યમાં ૪ અલગ અલગ જગ્યાએ અકસ્માત થયા. જેમાં ૬ લોકોનાં મોત નિપજ્યા જ્યારે ૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અમદાવાદ, ભાવનગર, બોડેલી અને છાટાઉદેપુરમાં સર્જાયો છે.
વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સાણંદ- વિરમગામ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત વિરોચનનગર પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે થયો હતો. જેમાં ૨નાં મોત નિપજ્યા છે. જ્યારે પોલીસે સમગ્ર ઘટનાનું ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ભાવનગરના તળાજા હાઈ-વે પર અકસ્માત સર્જાતા ૨ લોકોના મોત થયા છે. જ્યારે ૨ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો આ તરફ છોટાઉદેપુરના બોડેલીના સીમલિયા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ૭થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. 

Previous articleબજરંગદાસબાપાની ૪૧મી પૂણ્યતિથિ ઉજવાઈ
Next articleબ્રાહ્મણ સમાજે હાર્દિક પટેલ વિરુદ્ધ રેલી યોજી પૂતળા દહન કર્યું