કેરીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

1041

આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લાભરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાના ભાવનગર આઇ.જી. દ્વારા અપાયેલા આદેશના પગલે આર.આર. સેલ ભાવનગર રેન્જના પી.એસ.આઇ. ડી.ડી.પરમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બોટાદના કેરીયા નં.૨ ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમાતો હોય ત્યાં દરોડો પાડતા વલ્લભીપુર તાલુકાના પાણવી ગામના ધીરૂભાઇ ઉકાભાઇ કુવારીયા તથા બરવાળાના રામપરા ગામના ધીરૂભાઇ ભગવાનભાઇ ડાબસરા સહિત પાંચ જણા જુગાર રમતા હોય તે પૈકી બે શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે ઝડપાયેલા પાસેથી રૂા.૧૨,૨૪૦/- ની રોકડ તેમજ મોબાઇલ અને બે બાઇક સહિતનો રૂા.૫૫,૭૪૦ ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી લીધા હતા. જ્યારે કેરીયા નં.૨ ગામનો ધનાભાઇ ધીરૂભાઇ કોળી તથા રામપરાના ભરત ઉર્ફે કાબર મનજીભાઇ કોળોદરા અને ખીમાભાઇ ઉર્ફે ખીમો નાસી છુટ્યા હતા. પોલીસે આ તમામ શખ્સો વિરૂદ્ધ જુગાર ધારા તળે ગુન્હો નોંધી બોટાદ પોસ્ટે સોંપી આપ્યા હતા.

આ કામગીરીમાં આર.આર. સેલના પી.એસ.આઇ. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ મકવાણા, બાબાભાઇ આહિર, યોગેન્દ્રસિંહ ગોહિલ તેમજ જયપાલસિંહ ગોહિલ અને ગોપીદાન ગઢવી જોડાયા હતા.

Previous articleસિહોરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા ૧ ઝડપાયો
Next articleભાવનગર લોકસભા બેઠક માટે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા