ભાવનગર એસ. ઓ.જી.શાખાના પી.આઇ. બારોટ તથા એલ.સી.બી. પી.એસ.આઇ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હરેશભાઇ ઉલવા અને ચીંતનભાઇ મકવાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે સિહોર રાજીવનગર ભાંગના કારખાના પાછળ રેડ કરતા વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો પ્રતાપ ઉર્ફે કતુ નાથાભાઇ ડાભી (ઉ.વ.૩૮) વાળાને રોકડ રૂા.૧૦,૬૦૦ તથા વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠીઓ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સિહોર પો.સ્ટે. ખાતે સોંપી આપેલ.