માર્વેલના પ્રોજેક્ટમાં પ્રિયંકા ચોપરા ચમકશે..!!

563

‘એવેન્જર્સઃ એન્ડગેમ’ના ડિરેક્ટર જો રુસ્સોએ કન્ફર્મ કર્યું છે કે, ભવિષ્યના એક પ્રોજેક્ટ માટે માર્વેલની પ્રિયંકા ચોપરાની સાથે વાતચીત ચાલી રહી છે. પોતાના ભાઈ એન્થનીની સાથે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ચાર ફિલ્મ્સ ડિરેક્ટ કરનારા જો રુસ્સોએ આગામી ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ માટે મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી. રુસ્સોને પૂછવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં તમને કોઈ ઇન્ડિયન એક્ટરની સાથે કામ કરવાનું ગમશે તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘મને પ્રિયંકાની સાથે કામ કરવું ગમશે. અમે કશા માટે તેની સાથે સંભાવનાઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ.’ ‘એન્ડગેમ’ની ગ્લોબલ પ્રેસ ટુરના પહેલાં સ્ટોપ ઇન્ડિયાના મહત્વ વિશે ભારપૂર્વક રુસ્સોએ કહ્યું હતું કે, ‘ઇન્ડિયા અદ્વિતીય રીતે મહત્વપૂર્ણ છે. એ માર્વેલ માટે દુનિયામાં સૌથી ઝડપથી ગ્રોથ કરતું માર્કેટ છે.’ રુસ્સોએ કહ્યું હતું કે, ‘માર્વેલના ફ્યૂચર પ્લાન્સમાં ઇન્ડિયાની મહત્વની ભૂમિકા છે.’ એ પછી ‘એવેન્જર્સઃ ઇન્ફિનિટી વોર’માંથી એક સીન પ્રત્યે ઇન્ડિયન ક્રાઉડના રિએક્શનનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ‘જે ક્ષણે થોર આવે છે, ફૂટબોલના સ્ટેડિયમમાં હોય એવો ઉત્સાહ છવાઈ ગયો હતો.’ આ ફિલ્મમેકરે કહ્યું હતું કે, ‘જ્યારે પણ અમે ‘એન્ડગેમ’ના શૂટિંગ દરમિયાન થાકી જતા હતા ત્યારે અમે એ રેકોર્ડિંગ પ્લે કરતાં હતા અને ફરી ઇન્સ્પાયર્ડ થતા હતા.’

Previous articleનર્ગિસ ફખ્રી વજન ઘટાડી રહી છે..?!!
Next articleઅજય દેવગનના જન્મદિને ચાહકોએ શુભેચ્છા પાઠવી