અજય દેવગનના જન્મદિને ચાહકોએ શુભેચ્છા પાઠવી

793

બોલિવુડમાં આશરે ૨૮ વર્ષનો સમય પૂર્ણ કરી ચુકેલા અભિનેતા અજય દેવગનના જન્મદિવસે આજે ચાહકોએ તેેને શુભેચ્છા પાઠવી હતી. અજય દેવગન બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. આટલા લાંબા ગાળા બાદ પણ અજય દેવગન એક સફળ સ્ટાર તરીકે છે. તે હજુ એક્શનથી ભરપુર ફિલ્મો કરી રહ્યો છે. સાથે સાથે તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી રહી છે. અજય દેવગને દરેક પ્રકારની ફિલ્મમાં ખાસ છાપ ઉભી કરી છે. બીજી એપ્રિલ ૧૯૬૯ના દિવસે જન્મેલા અજય દેવગને આજે ૫૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે.વયના આ તબક્કામાં પણ અજય દેવગન સુપરસ્ટાર તરીકે રહ્યો છે. તમામ લોકોની પાસે આ અંગેની માહિતી નથી કે અજય દેવગને ચાઇલ્ડ સ્ટાર તરીકે પ્યારી બહેના ફિલ્મમાં કામ કર્યુ હતુ. વર્ષ ૧૯૮૫માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તિની બાળપણની ભૂમિકા અજયે અદા કરી હતી. અજય દેવગન પરિવારને જોઇને ફિલ્મમાં જતા રહેવા માટે તૈયાર થયો હતો. તેની માતા વીણા દેવગન એક ફિલ્મ નિર્માત્રી હતી. જ્યારે પિતા વીરૂ દેવગન તો દેશના લોકપ્રિય કોરિયોગ્રાફર તરીકે રહ્યા છે. અજય દેવગને પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત એક અભિનેતા તરીકે ફુલ ઔર કાંટે સાથે કરી હતી. અજય દેવગનને હજુ સુધી પોતાની ફિલ્મી કેરિયરમાં બે નેશનલ એવોર્ડ મળી ચુક્યા છે. સાથે સાથે વર્ષ ૨૦૧૬માં પદ્મશ્રીથી તેને સન્માનિત કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મ જખ્મ અને ભગત સિંહ જેવી ફિલ્મના કારણે તેને શ્રેષ્ઠ અભિનેતા માટેનો એવોર્ડ મળ્યોહતો. અજય દેવગન ફિલ્મ હમ દિલ દે ચુકે ે સનમ ફિલ્મમાં તે એક એવા પતિના રોલમાં હતો જે પત્નિને તેના પ્રેમીને મળાવવા માટે વિદેશમાં પણ જાય છે. આ ફિલ્મમાં તે એશના પતિના રોલમાં હતો. રિપોર્ટ કહે છે કે કરણ અર્જુન ફિલ્મમાં સલમાન ખાનના રોલ માટે પહેલા અજય દેવગનની પસંદગી કરવામાં આવી હતી. જો કે એ વખતે તે વિજય પથ ફિલ્મના શુટિંગમાં હતો. બંને ફિલ્મોના શુટિંગ એક સાથે ચાલી રહ્યા હતા. જેથી અજય દેવગને ફિલ્મમાં કામ કરવાનો છેલ્લે ઇન્કાર કરી દીધો હતો. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના શુટિંગ વેળા એશ સાથે અજયની વાત પણ નહીંવત સમાન રહી હતી. અજય દેવગન જ એ પ્રથમ સ્ટાર હતો જે સ્ટારને અભિષેકે પોતાના પરિવાર બાદ એશ સાથે લગ્નની વાત સૌથી પહેલા કરી હતી. એમ કહેવામાં આવે છે કે અજય જ સંજય લીલા ભણશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે પહેલી પસંદગી તરીકે હતો. રોહિત શેટ્ટી અને અજય દેવગનની મિત્રતા બાળપણથી રહેલી છે. અજય કાજોલની સામે યુ મી ઔર હમમાં દેખાયો હતો. વર્ષ ૧૯૯૫માં ગુન્ડારાજના સેટ પર અજય દેવગનની સાથે કાજોલ પ્રેમમાં પડી હતી. ચાર વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

અજય દેવગને પોતાની કેરિયરમાં અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. જેમાં ફુલ ઔર કાંટે, વિજય પથ, ઇશ્ક, હમ દિલ દે ચુકે સનમ, કંપની, ભગતસિંહ, અપહરણ, સિંઘમ, સિંઘમ રિટર્ન જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અજય દેવગને વર્ષ ૧૯૯૯માં લગ્ન કરી લીધા હતા. આજે કાજોલ અને અજય દેવગન ખુશાલ દંપત્તિ તરીકે છે.

Previous articleમાર્વેલના પ્રોજેક્ટમાં પ્રિયંકા ચોપરા ચમકશે..!!
Next articleકબડ્ડી ખો ખો મલખમ માઇલસ્ટોન સાબિત થશે : રાજ્યવર્ધન રાઠોડ