મારા કરતા ભાઈ ઇબ્રાહિમ વધુ ટેલેન્ટેડ છે : સારા અલી ખાન

659

ફિલ્મ કેદારનાથ અને સિમ્બા દ્વારા રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગયેલી અભિનેત્રી સારા અલી ખાને કહ્યું હતું કે મારા કરતાં મારો ભાઇ ઇબ્રાહિમ વધુ ટેલેન્ટેડ છે.

’એેકવાર હું અખબાર વાંચી રહી હતી ત્યારે ઇબ્રાહિમ એક એકોક્તિ (મોનોલોગ) બોલી રહ્યો હતો. એ એટલો સ્વાભાવિક લાગતો હતો કે મારી ઇચ્છા નહીં હોવા છતાં મારું ધ્યાન એના અભિનય તરફ જતું હતું. એની આંખો બહુ બોલકી છે’ એમ સારાએ કહ્યું હતું.

વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન તો પિતાની ઇચ્છા નહીં હોવા છતાં અભિનેત્રી બની અને સફળ પણ થઇ.

એક મિડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને એવો અણસાર આપ્યો હતો કે ઇબ્રાહિમને ફિલ્મોમાં અભિનય કરવો હશે તો હું એને પૂરેપૂરો સપોર્ટ આપીશ. જરૂર પડયે હું એને માટે ફિલ્મ બનાવીશ. હાલ એ લંડનમાં ભણી રહ્યો છે. મેં એને એવી સલાહ આપી છે કે એકવાર તું તારો અભ્યાસ પૂરો કરી લે. પછી તારે જે કરવું હશે એમાં અમે તને મદદ કરીશું.

Previous articleભાવનગર જિલ્લા લોકસભા બેઠક પરથી ભારતીબેન શિયાળે ઉમેદવારી ફોર્મ ભર્યું
Next articleનર્ગિસ ફખ્રી વજન ઘટાડી રહી છે..?!!