કબડ્ડી ખો ખો મલખમ માઇલસ્ટોન સાબિત થશે : રાજ્યવર્ધન રાઠોડ

632

કેન્દ્રીય રમતગમત પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે મંગળવારે કહ્યું કે, જ્યારે ભારત ઝડપથી એક વૈશ્વિક શક્તિના રૂપમાં ઉભરી રહ્યું છે, આ ભારતમાં જન્મેલી રમતોને વિશ્વ ભરમાં સ્થાપિત કરવાનો યોગ્ય સમય છે. અલ્ટીમેટ ખો-ખો (લીગ)ના લોન્ચ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને સંબોધિત કરી રહેલા રાઠોડે કહ્યું કે, ભારતમાં જન્મેલી રમતોમાં શરીર અને મનને તંદુરસ્ત રાખવાના તમામ ગુણ છે. આ રમતો જીવનની ભાગા-ભાગી અને વિકાસની દોડમાં ક્યાંય ખોવાઈ હતી પરંતુ હવે જ્યારે ભારત ખુદ એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી ચુક્યુ છે ત્યારે ભારતમાં જન્મેલી આ રમતોને વિશ્વભરમાં સ્થાપિત કરવી જોઈએ.

રાઠોડે કહ્યું, ’આપણે વિશ્વભરમાં કબડ્ડીનો જલવો જોયો છે.’ આ એક વૈશ્વિક રમત બની ચુકી છે. વૈશ્વિક સ્તર પર ભારતની શક્તિ વધી છે અને તેવામાં હવે સમય આવી ગયો છે કે, આપણે ભારતમાં જન્મેલી રમતનો વિશ્વભરમાં પ્રચારિત અને પ્રસારિત કરીએ અને એલ્ટીમેટ ખો-ખો આ દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. રાઠોડે કહ્યું કે, કબડ્ડી, ખો-ખો, મલખમ જેવી રમતોમાં શારીરિક દક્ષતાની સાથે સાથે માનસિક દક્ષતાની પણ પરીક્ષા થાય છે અને સૌથી મહત્વની વાત તે છે કે આ રમતોને શરૂ કરવા કે ફરી રમવા માટે મોંઘા ઉપકરણોની જરૂર નથી.

રાઠોડે કહ્યું, ખો-ખો પહેલા પ્રો-કબડ્ડી લીગની શરૂઆત થઈ હતી અને તેના માધ્યમથી આ રમત વિશ્વભરમાં જોવાઈ અને રમાઈ રહી છે. આ રીતે મલખમ્ભ એક એવી ભારતીય રમત છે, જેને આગળ લાવવી જરૂરી છે કારણ કે, આ શારીરિક ક્ષમતાની પરાકાષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. ખેલ મંત્રાલયે ખો-ખોને હાલમાં સંપન્ન બીજા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં સામેલ કરી કારણ કે આ રમત ભારતની દરેક શાળામાં રમાઇ છે અને મને વિશ્વાસ છે કે અલ્ટીમેટ ખો-ખોને કારણે આ ભારતના શહેરી સમાજની સાથે-સાથે વિશ્વભરમાં લોકપ્રિય થશે.

ભારતીય ખો-ખો મહાસંઘે ડાબર ઈન્ડિયાની સાથે મળીને અલ્ટીમેટ ખો-ખો લીગની શરૂઆત કરી છે. આ લીગની પ્રથમ સિઝન ૮ ટીમો વચ્ચે રમાશે. વિશ્વભરમાં ૨૦ દેશોમાં ખો-ખો રમાઇ છે અને આ દેશોથી ખેલાડીઓને લઈને પ્રથમ સિઝનનો ડ્રાફ્‌ટ તૈયાર કરવામાં આવશે. આ દેશોમાં ઈંગ્લેન્ડ, સાઉથ કોરિયા, ઈરાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા મુખ્ય છે.

Previous articleઅજય દેવગનના જન્મદિને ચાહકોએ શુભેચ્છા પાઠવી
Next articleપંજાબ સામે હાર બાદ બોલ્યો અય્યરઃ મારી પાસે શબ્દો નથી, અમે ડરી ગયા હતા