ધાનેરામાં રાયડાના ટોકન લેવા આવેલો ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ

619

ધાનેરામાં  રાયડા ના ટોકન લેવા આવેલો ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કરતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ધાનેરા પોલીસ મથક નો ઘેરાવો કર્યો હતો. સરકાર દ્વારા ટેકા ના ભાવે રાયડો ખરીદવાનું શરુ કર્યું છે ત્યારે આજે ધાનેરા માં પણ ખેડૂતો રાયડા ના ટોકન લેવા માટે આવ્યા હતા વહેલી સવાર થીજ મોટી સંખ્યા માં ખેડૂતો એ આવી ટોકનની રાહ જોઈને બેઠા હતા પરંતુ  અસુવિધા ના અભાવે ૧૨ વાગ્યા સુધી ખેડૂતોને કોઈ જ જવાબ ન મળતા ખેડૂતો ઉશ્કેરાયા હતા.

અને ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો  ત્યારે ધાનેરા પોલીસે ઘટના સ્થળે જઈ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરતા ખેડૂતોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હવે તમેં પણ સાંભળો આ ખેડૂતોની વેદના ખેડૂતો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વહેલી સવાર થીજ ટોકન લેવા માટે લાઈનમાં ઉભા છીએ બપોર ના ૧૨ વાગ્યા નો સમય થયો છે અમને કોઈ જ જવાબ આપતું નથી અંદર ના લોકો  અને બહાર ના લોકો અંદર જાય છે ત્યારે બધાજ ખેડૂતો એ હોબાળો કરતા ધાનેરા પોલીસ દોડી આવી હતી અને ખેડૂતો ઉપર લાઠીઓ વરસાવી હતી ત્યારે ધાનેરા અને દેશ માં ખેડૂત નું કોઈજ મહત્વ નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.  વહેલી સવાર થી ખેડૂતો હેરાન થઇ રહ્યા હતા કોઈ જવાબ આપતું નહતું અને કોઈ પૂછવા જાય તો થઇ જશે થઇ જશે ના સુર સાંભળવા મળતા હતા તો બીજી તરફ ખેડૂતો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા હતા. ખેડૂતોએ સાથે લાવેલા કાગળો પણ પલળી ગયા હતા સરકાર ધ્વરા જાહેરાત કરવામાં આવી હતી કે પહેલી તારીખ રાયડો ખરીદી નું કામ ચાલુ થવાનું છે તો તંત્રએ પહેલા થી તૈયારીઓ કેમ ન કરી લાઈટ ની સુવિધા ન હતી કોમ્પ્યુટર પણ બંધ હાલત માં હતું.

અને ખરીદી ના સ્થળ ઉપર સુવિધા નો ખુબજ અભાવ જોવા મળ્યો હતો લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે મગફળી ખરીદી હોય કે પછી રાયડા ની ખરીદી  અણઘટ વહીવટ થી ખેડૂતો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો સરકાર ને જવાબ આપવાના મૂડમાં આવી ગયા છે ત્યારે સરકારે ધાનેરા રાયડા ની ખરીદીનું કેન્દ્ર તો ચાલુ કર્યું છે.

Previous articleસેંસેક્સ ૧૮૫  પોઇન્ટ સુધરી નવી સપાટી ઉપર
Next articleમહેસાણાઃ દૂધ સાગર ડેરીના સંચાલકોએ મિલ્ક ફેડરેશન સામે ધરણાની ચીમકી ઉચ્ચારી