વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં આયોજીત એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને બીજુ જનતા દળ પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાને કોંગ્રેસ અને બીજેડી બંને પર ગરીબોને ગરીબ જ રાખવાનું ષડયંત્ર રચવાના આરોપ લગાવ્યા હતાં. વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ૨૫ કરોડ ગરીબોને મહિને ૬ હજાર રૂપિયા એમ વર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાતને લઈને જબ્બર ટોણોં માર્યો હતો.
સાથે જ તેમણે રાજ્યની બીજેડી સરકાર પર પણ પ્રહારો કરતા કહ્યું હતું કે, હું ઓરિસ્સાના લોકોને ભાજપને મત આપવા અને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ અને ૨૦૧૮માં ત્રિપુરામાં રચવામાં આવેલો ઈતિહાસ દહોરાવવાની અપીલ કરૂ છું. રાજ્ય સરકારના અસહયોગ છતાંયે મેં તમારા માટે કામ કર્યા. આ ચોકીદારે ઓરિસ્સાના લોકોની મદદ માટે કેન્દ્ની યોજનાઓનો સહારો લીધો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના કાલાહાંડી જીલ્લાના ભવાનીપાટના ખાતેના કૃષ્ણનગર મેદાનમાં આયોજીત ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશમાં સકારાત્મક બદલાવ, ગરીબોના જીવનમાં પ્રકાશ અને તેમના જીવનમાં આશાનું નવું કિરણ તમારા વોટથી આવ્યા છે, મોદીના કારણે નહીં.
પણ ઓરિસ્સાની સરકાર અમારી સાથે સહયોગ નથી કરી રહીએ. તેમની ઉદાસીનતા છતાયે અમે અમે રાજ્યમાં વિકાસની પરિયોજનાઓ શરૂ કરવામાં અમારો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેમણે દાવો કર્યો હતો કે, જો ૨૦૧૪ની ચૂંટણી બાદ ઓરિસ્સામાં ભાજપની સરકાર રચાઈ હોત તો રાજ્યમાં ‘તમામ ક્ષેત્રોનો તીવ્ર ગતિએ વિકાસ’ થયો હોત. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું ડબલ-એન્જિન સરકાર માટે લોકોને વોટ આપવાની અપીલ કરત મોદીએ કહ્યું હતું કે, ઓરિસ્સાને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ અને ૨૦૧૮માં ત્રિપુરામાં રચવામાં આવેલો ઈતિહાસ દોહરાવવો જોઈએ.
સાથે જ તેમણે કોંગ્રેસની ગરીબોને વર્ષે ૭૨,૦૦૦ રૂપિયા આપવાની યોજના પર ટોણોં મારતા કહ્યું હતું કે, કોંગ્રેસ ગરીબોને હંમેશા માટે ગરીબ જ રાખવાનું ષડયંત્ર રહી રહી છે.
કોંગ્રેસનો ઘોષણાપત્ર ભારત માટે ખુબ ખતરનાક : જેટલી
કોંગ્રેસ પાર્ટીએ આજે જારી કરેલા પોતાના ચૂંટણી ઘોષણાપત્રને જનઅવાજ નામ આપ્યું છે. કોંગ્રેસના ઘોેષણાપત્ર બાદ ભાજપે આને લઇને પ્રતિક્રિયા આપી હતી અને ઘોષણાપત્ર ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ખતરનાક વચનો આપી રહી છે. તેના મેનિફેસ્ટોમાં એવા એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. કોંગ્રેસે હમ નિભાયેંગેના વચન સાથે લઘુત્તમ આવક યોજના, રોજગાર સર્જન અને ખેડૂતો માટે અલગ બજેટ સહિત કેટલીક મોટી જાહેરાતો કરી છે. જેટલીએ ક્હયું હતું કે, અજાણતે અથવા તો સમજ્યા વગર કેટલાક મોટા નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યા છે.
નહેરુ-ગાંધી પરિવારની જમ્મુ અને કાશ્મીરને લઇને જે ઐતિહાસિક ભુલ હતી તે માટે તેમને માફ કરી શકાય નહીં. હવે તે એજન્ડાને આગળ વધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. જેટલીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓના સકંજામાં છે. ઘોષણાપત્રમાં કહી રહ્યા છે કે, આઈપીસીની કલમ ૧૨૪-એને દૂર કરવામાં આવશે. રાજદ્રોહ અપરાધ રહેશે નહીં જે જોગવાઈને ઇન્દિરા ગાંધી, નહેરુ, રાજીવ અને મનમોહનસિંહે સ્પર્શ કરવાના પ્રયાસ કર્યા ન હતા. હવે આવી બાબતો કરવામાં આવી રહી છે. રાજદ્રોહની જોગવાઈ દૂર કરવામાં આવશે તેવી ખતરનાક વાત થઇ રહી છે. જે પાર્ટી આ પ્રકારની ઘોષણા કરે છે તે એક પણ વોટ માટે હકદાર નથી. જેટલીએ કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે જે ખતરનાક વચન આપ્યા છે તે જોતા દેશની જનતા તેમને આવી કોઇ તક આપશે નહીં. જેટલીની પત્રકાર પરિષદ ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતા જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને ચિદમ્બરમ જવાબ આપવા માટે આગળ આવ્યા હતા.