માયાવતીનો એફિડેવિટમાં એકરારઃ જનતાની ઈચ્છાથી પ્રતિમાઓ લગાવી’તી

524

મૂર્તિઓ પર જનતાના પૈસાની ખોટા ખર્ચાના મામલે  બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. મૂર્તિ બનાવવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવતાં માયાવતીએ કહ્યું આ લોકોની ઈચ્છા હતી. તેઓએ ૨૦૦૭થી ૨૦૧૧ વચ્ચે લખનઉ અને નોયડામાં પોતાની અને તેમની પાર્ટીના ચિન્હ હાથીની પ્રતિમાઓ લગડાવી હતી. આ અંગે ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માયાવતીએ પ્રતિમાઓ પર ખર્ચ જનતાના પૈસા પરત કરવા પડશે. માયાવતીએ સોગંદનામામાં કહ્યું કે રાજ્યની વિધાનસભાની ઈચ્છાનું ઉલ્લંઘન કઈ રીતે કરું? આ પ્રતિમાઓના માધ્યમથી વિધાનમંડળના દલિત નેતા પ્રત્યે આદર વ્યક્ત કરાયો.

મુખ્યમંત્રીના પદ પર રહેતાં તેમની તરફથી આ મૂર્તિઓ માટે યોગ્ય બજેટ ફાળવવામાં આવ્યું હતું.

આટલું જ નહીં, માયાવતીએ કહ્યું કે આ પૈસા શિક્ષા પર ખર્ચ કરવામાં આવે કે હોસ્પિટલ પર આ એક ચર્ચાનો વિષય હતો. જેને કોર્ટ નક્કી ન કરી શકે. લોકોને પ્રેરણા આપવા માટે સ્મારક બનાવવામાં આવ્યા હતા, જેમાં હાથીઓની મૂર્તિઓ માત્ર વાસ્તુશિલ્પની બનાવટ છે અને તે બસપાનું માત્ર પ્રતિક નથી.

માયાવતીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે લખનઉ અને નોયડામાં બે પાર્ક બનડાવ્યા હતા. આ પાર્કમાં માયાવતીએ પોતાની, બંધારણના સંસ્થાપક ભીમરાવ આંબેડકર, બસપાના સંસ્થાપક કાશીરામ અને પાર્ટી ચિન્હ હાથીની અનેક પ્રતિમાઓ લગડાવી હતી.

Previous articleગાંધીનગર ખાતે ૮૪મા ઉડીશા સ્થાપના દિવસની ઉજવણી
Next articleહાર્દિકને મોટો ફટકો : તરત સુનાવણી કરવાનો ઇનકાર