ખોરાક વિશે ખોટા ખતરનાક ખ્યાલો

948

દુધ ‘ન’ પીવાની પણ સલાહ !!

જે સ્વાસ્થયના દ્રષ્ટિકોણથી વિચારીએ તો દુધ અથવા એની બનાવટો થોડાક પ્રમાણમાં લેવી શાકાહારી લોકો માટે જરૂરી છે. શાકાહારીના બે જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે : (૧) ચુસ્ત શાકાહાર (વેગન્સ) અને (ર) શાકાહાર અને દુધની  બનાવટો વાપરનારઓ (લોકટો વેજીટેરિયન) જે લોકો માત્ર વનસ્પતિ પેદાશ જ ખાય છે અને દુધ કે એનીબ નાવટ કદી લેતા નથી એમને લાંબે ગાળે વિટામીન બી-૧રની ઉણપ થવાની શક્યતા રહે છે. વિટામીન બી-૧રવી ઉણપને કારણે ચેતાતંત્રની અને લોહી બનાવનાર તંત્રની કામગીરીમાં વિક્ષેપ પડે છે. જેથી લાંબા ગાળાની અછત થતાં પેરેલિસિસ અને લોહીની ફિકાશ જેવી તકલીફ થાય  આ ઉપરાંત, દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણં હોય છે. જે શરીરના સ્નાયુ અને હાડકાં માટે ઉપયોગી સાબીત થઈ શકે. અલબત્ત, યોગ્ય સંતુલિત આહાર  લેવાથી આ બંને ઘટક વનસ્પતિજન્ય સ્ત્રોત્રમાંથીપ ણ પુરતા પ્રમાણમાં મળી શકે દુધમાં રહેલ ચરબી (મલાઈ) વધુ પ્રમાણમાં લેવાથી હૃદરયોગ, જાડાપણું જેવા રોગો થવાની શક્યતા રહે છે. એટલે દુધ લેનારાએ દુધના બધા જ ફાયદા કોઈ પ્રકારની જોખમ વગર મેળવવા હોય તો મલાઈ કાઢેલું દુધ (સ્કિમ્ડ મિલ્ક) જ વાપરવું જોઈએ. દિવસમાં બે-ત્રણ વખત ગરમ કરીને ઠડું પાણી મલાઈનો જાડો થર કાઢયા પછી દુધ વાપરવાથી ફાયદો થાય છે.

મલાઈ કાઢેલ દુધ (સ્કિમ્ડ મિલ્ક)માં કોઈ પોષકતત્વ ન હોય ?!!

ગાયના તાજા દુધમાં દર સો ગ્રામે ૬૭ કેલરી મળે. એમાં ૩.ર ટકા પ્રોટીન, ૪.૧ ટકા ચરબી, ૪.૪ ટકા કાર્બોહાઈડ્રેટ આવે, તેમજ ૧ર૦ મિ.ગ્રા કેલ્શિયમ, ૯૦ મિ.ગ્રા ફોસ્ફરસ અને ૦.૮ ગ્રામ અન્ય મિનરલ્સ આવે.અ ાની સામે જયારે ગાયના દુધમાંથીબ ધી મલાઈ કાઢી લેવામાં આવે. (આજનું દુધ બે-ત્રણ વખત મલાઈનો જાડો થર કાઢયા પછી આવતીકાલે વાપરવામાં આવે) તો એમાંથી મુખ્યત્વે ચરબી ઓછી થાય છે. આ સિવાયના બધાં જ તત્વો યથાવત જળવાઈ રહે છે. સો ગ્રામ સ્કિમ્ડ મિલ્કમાં ર.પ ટકા પ્રોટીન, ૦.૧ ટકા ચરબી, ૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ, ૧ર૦ મિ.ગ્રા. કલ્શિયમ, ૯૦ મિ.ગ્રા ફોસ્ફર અને ૦.૭ ગ્રામ અય મિનરલ્સ હોય છે. આમ મલાઈ કાઢી નાખવાથી દૂધની લગભગ બધી ચરબી નિકળી જાય અને પ્રોટીનમાં પોણો ગ્રામ ઘટાડો થાય. આ સિવાયના બધા તત્વો એમને એમ રહ્યા. આવું દુધ સો ગ્રામે માત્ર ર૯ કેલરી આપે જયારે મલાઈવાળું દુધ સો ગ્રામે ૬૭ કેલરી આપે. ટુંકમાં જેમને ખોરાકમાંથી ચરબી અને કેલરી ઓછાં કરવા હોય અને તે છતાં દુધમાંથી ઉપયોગી કેલ્શિયમ અને પ્રોટીન મેળવવા હોય તેમને માટે મલાઈ કાઢેલું દુધ (સ્કિમ્ડ મિલ્ક) ઉત્તમ ખોરાક છે. સ્કિમ્ડ મિલ્કતમાંથી ચરબી સિવાય બધાં જ પોષકતત્વો મળી રહે અને શરીરની ચરબી વધવાનો ભય ઘટે.

દુધ પીવાથી એસિડિટી મટે ?!

અસિડિટીના ઘણાં દર્દીઓ એસિડિટને કારણે થતી પેટની તકલીફો બળતરા વગેરે ઓછી કરવા માટે દધુ પીતા હોય છે. અને દુધ પીવાથી ઘણાં લોકોને તત્કાલ ઠંડક પણ થઈ જતી હોય છે. પરંતુ, દુધ પીવાના એક-દોઢ કલાક પછી ફરીથી એસિડીટી વધે છે. દુધમાં  રહેલ કેલ્શિયમ જઠરમાં એસિડિટીનો સ્સ્ત્રાવ વધારે છે. જેને પરિણામે, દુધ પીધાના દોઢેક કલાક પછી એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે જે પેટમાં બળતરા વધારી શકે છે. ટૂંકમાં એસિડિટી મટાડવી હોય તો દુધ માત્ર કામચલાઉ ફાયદો કરે છે. અને પછી મોડેથી એસિડિટી વધારે છે. એસિડિટીથીબ ચવું હોય તો દુધને બદલે એન્ટાસિડ ગાોળીઓ લેવી વધુ હિતાવહ છે. મરચાંવાળો ખોરાક, ટેનશન-ચિંતા અને ઉતાવળ ઘટાડવાથી પણ એસિડિટી કાબુમાં આવી શકે છે. તાત્કાલિક રાહત માટે એક ગ્લાસ ઠંડુ પાણી પીવું.

ખટાશ ખાવાથી ઘા પાકી જાય ?!!

ઘણાં લોકોના મનમાં એવો ખોટો ખ્યાલ હોય છે કે ખટાશ ખાવાથી ઘા પાકી જાય અને રૂઝ ન આવે. હક્કિતમાં ખાટાશ ખાવાને ઘા પાકવા કે રૂઝાવા સાથે કોઈ સંબંધ જ નથી. ખાટશમાં મુખ્યત્વે જુદી-જુદી જાતના એસિડ હોય છે. આ પૈકી એસ્કોર્બિક એસિડ જે વિટામીન સી તરીકે ઓળખાય છે, તેની હાજરીને કારણે ઘા રૂઝાવાની પ્રક્રિયા વધુ સારી રીતેથાય છે. શરીરના બંધારણ માટે જરૂરી કોષો અને પેશીઓનું ર્મિાણ વિટામીન સીને કારણે ખુબ ઝડપી અને સારી રીતે થાય છે. આંબળા, જ મરૂખ, સંતરા,-મોસંબી, દ્રાક્ષ,  લીંબુ વીગેરે ખાટાં ફળોમાં પુષ્કળ વિટામીન સી આવે છેઅ ને એ ખાવાથી ઘા પાકવાને બદલે જલ્દ રૂઝાય છે.

મધ ખાવાથી વજન ઉતરે..!!!

કેટલાક વજન ઉતારવા આુતર લોકો કોઈના કહેવાથી મધ અને લીબું કે મધ અને તજ, કે મધ અને ગરમ પાણી પીવાનું શરૂ કરે છે.હ ક્કિતમાં મધમાં વજન ઘટાડવાનો કોઈ ગુણ હજી સુધી શોધાયો નથી. મધમાંથી મળતી કેલરી લગભગ ખાંડ-ગોળમાંથી મળતી કેલરી જેટલી જ હોય છે. એટલે ખાંડને બદલે મધ લેવાથી કે અન્ય ખોરાક ખાવા ઉપરાંત, મધ લેવાથી વજન ઉતારવામાં કોઈ ફાયદો થતી નથી.

ઠંડુ પાણી પીવાથી વજન વધે ?!!

કેટલાંક લોકોના મનમાં આવી ભ્રામક માન્યતા ઘર કરી ગઈ હોય છે. કે ઠંડુ પાણી પીવાથી વજન વધે. હક્કિતમાં પાણીને વજન વધવા-ઘટવા સાથે કોઈ સીધો સંબંધ નથી. પાણીમાં બિલકુલ કેલરી હોતી નથી. અને ઠંડુ કે ગરમપાણી કેલરી-ફ્રી હોય છે. અલબત્ત વધુ પડતું ઠંડું (ફ્રિઝનું કે બરફવાળું) પાણી કાયમ પીવાથી જઠર અને આંતરડાની ગતિમાં વિક્ષેપ ડે એવુંબ ની શકે છે. જે એસિડીટી કે કબજીયાતની બિમારી કરી શકે. માટલાનું ઠંડુ પાણી પીવાથી સામાન્ય રીતે કોઈ તકલીફ નથી થતી.

રોટલી-બ્રેડનેબ દલે ખાખરા-ટોસ્ટમાં ઓછી કેલરી આવે ?!

વજન ઉતારવા મથતા ઘણા બધા લોકો, રોટલી ખાવાનું છોડીને ખાખરા ખાવાનું શરૂ કરે છે. હક્કિતમાં મોટાભાગના ગુજરાતી ઘરોમાં રોટી કરતાં ખાખરામં વધુ ચરબી અને કેલરી હોય છે, કારણ કે રોટલી શકેતી વખતે થોડુંક તેલ ઉમેરવામાં આવે છે. અને ખાતી વખતે વળી પાછુ ઘી ચોપડવામાં આવે છે. રોલટલી કે બ્રેડ શેકવાથી એમાં રહેલ પાણીનો ભાગ જ ઓછો થાય છે. બાકી બધાં તત્વો લગભગ એક સરખાં  જ રહે છે. બીજા શબ્દોમાં સો ગ્રામ રોટલી કરતાં સોગ્રામ ખાખરામાં વધુ ચરબી અને કેલરી આવે છે. આજ રીતે બ્રેડને બદલે બજારમાં તૈયાર મળતાં ટોસ્ટ ખાવાથી ચરબી અને કેલરી વધી જાય છે. બ્રેડમાં ચરબીનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું હોય છે જે તૈયાર ટોસ્ટમાં રપ-૩૦ ટકા જેટલું વધી જાય છે. અને આ ચરબી પણ વનસ્પતિ ઘીના સ્વરૂપે હોય જે હૃદય માટે ખુબ નુકસાનકારક છે.

કેરી ખાવાથી ગૂમડાં થાય?!!

ઉનાળાની ઋતુમાં કેરી આવવાનું અને નાના બાળકોને ગૂમડાં થવાનું સામાન્ય રીતે બને છે. આ બંને જુદી જુદી ઘટનાઓ એક જ ઋતુમાં થતી હોવાથી લોકોના મનમાં એવું ભરાઈ જાય છે કે કેરી ખાવાથી ગૂમડાં થયા. કેરી ખાવાને અને ગૂમડાં થવાને કોઈ જાતનો કાર્ય-કારણનો સંબંધ નથી. ઉલટું કેરીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન એ છે. જે ચામડી અને આંખને સારા રાખવામાં ઉપયોગી થાય છે.

નારિયેળ પાણી પીવાથી ગેસ થાય ?!

આ માન્યતા પણ તદ્દન બિનપાયેદાર છે. નારિયેળ પાણીમાં ગેસ ઉત્પન્ન કરે એવો કોઈ પદાર્થ આવતો નથી. જો સ્ટ્રો (ભુંગળી)થી પ્રવાહી પીવામાં ફાવટ ન આવે તો પાણીની સાથે સાથે હવા પણ પેટમાં જતી રહે છે. જે ગેસ કરી શકે. મોટા નારિયેળમાં રહેલ વધુ પડતું પ્રવાહી એક સાથે પીવાથી પેટ ભારે થઈ શકે. પરંતુ આવું તો કોઈ પણ પ્રવાહીને વધુ પ્રમાણમાં કે સ્ટ્રોથી પીવાને કારણે બની શકે છે, જેને સ્ટ્રોથી પીવાનું ન ફાવે એમણે ગ્લાસમાં કાઢીને નારિયેળ પાણી પીવું જોઈએ, જેથી ગેસ ન થાય.

ગળ્યું ખાવાથી કરમિયા થાય?!!

બાળકોને ગળ્યું ખુબ ભાવે છે અને બાળકોમાં કરમિયાં (કૃમિ) પણ સામાન્યપણે જોવા મળે છે. હાથ ધોયા વગર જમવાથી કે આંગળા મોઢામાં નાખવાથી નખમાં ચોંટેલ  કરમિયા (કૃમિ)ના ઈંડા પેટમાં જાય અને કરમિયા થાય છે. આ ઉપરાંત કેટલાક કૃમિના ઈંડા ખુલ્લા પગની ચામડીની અંદર ધૂસી જઈને પેટમાં કૃમિ કરે છે. આમ, ગળપણ ખાવાને કૃમિ થવા સાથે કોઈ સંબંધ નથી. સ્વચ્છતાનો અભાવ જ મુખ્યત્વે કૃમિ કરવા માટે જવાબદાર હોય છે. કૃમિ ન થાય એ માટે બાળકના નખ કાપેલા  રાખો. જમ્યા પહેલા સાબુથી ધસીને હાથ ધવાની અને ચંપલ પહેરીને જ ઘરની બહાર જવાની ટેપ પાડો.

ગ્લુકોઝ પીવાથી ઠંડક થાય ?!

ઘણાં લોકો ઉનાળા દરમિયાન અને ઘણા એસિડિટી થઈ હોય ત્યારે ઠંડક કરવા માટે ગ્લુકોઝનું પાણી પીવાનું શરૂ કરી દે છે. હક્કિતમાં, ગ્લુકોઝનું પાણી પીવાથી નતો એસિડીટી મટે છે, ન કોઈ ઠંડક થાય છે. ગ્લુકોઝ ખાવાથી વધુ તાકાત મળે એવું પણ નથી હોતું. એક ચમચી ગ્લુકોઝ અને એક ચમચી ખાંડ સરખી તાકાત આપે છે.

Previous articleકોંગ્રેસના ચાર ઉમેદવાર જાહેર : હજુ ઘણા નામ બાકી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે