રાજુલાના ભેરાઈ ગામે તાજેતરમાં થયેલ લૂંટ અને મારામારીનો કેસ અંગે જાણવા મળતી વિગત મુજબ આ કેસ ખોટી રીતે કરવામાં આવેલ હોય અને આ કેસ પાછલ ગેરકાયદેસર જીંગા ફાર્મ કે જે આ કેસ કરનારાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. અને બીજી એવી હકિકત પણ બહાર આવેલ છે કે આ ગેરકાયદેસર રીતે ચાલતા જીંગા ફાર્મમાં પોલીસના કેટલાક લોકો દ્વારા ભાગીદારી કરીને ગેરકાયદેસરની રીત રસમોથી પૈસા બનાવવાનું શરૂ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની સત્ય હકિકત એવા પ્રકારની હોવાનું સાર્દુળભાઈ વાઘ દ્વારા જણાવેલ છે કે, આ કેસ કરનારાઓ દ્વારા સોમાભાઈ ટપુભાઈ રામના અગરમાં ગેરકાયદેસર રીતે જીંગા ફાર્મ કરતા હોય તેને અટકાવવા માટે આ લોકો ગયેલ તેવા સમયે આ લોકો નાસી ગયેલ અને પોલીસ અન્ય રાજકીય માણસોની ઓથ નીચે આ ઈસમો દ્વારા લૂંટની અને મારામારીની ખોટી ફરીયાદ કરવામાં આવેલ હોય આ કેસમાં તટસ્થ તપાસ હાથ ધરવા સાર્દુળભાઈ વાઘની માંગણી છે. જેથી આમાં પોલીસની શુ ભૂમિકા છે તે પણ બહાર આવે તેવુ હોવાનું પણ જણાવેલ છે બીજુ હકિકત એવી પણ બહાર આવેલ છે કે, આ ગેર કાયદેસરના જીંગા ફાર્મ ૧૧૦૦ એકરમાં બેરોટકોક રીતે ચાલી રહ્યા છે. આ અંગે અનેક રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી આ અંગે માજી સરપંચ (ભેરાઈ)ના જીવાભાઈ રામભાઈ દ્વારા એવુ જણાવેલ છે કે, આ ગેરકાયદેસરના જીંગા ફાર્મ અંગે અમોએ કલેકટર અમરેલી, ડીડીઓ, પ્રાન્ત અધિકારી, મામલતદારને રજુઆતો કરેલ છે જો આ અંગેના પગલા નહી ભરવામાં આવે તો અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે. અને બીજુ એવુ પણ જણાવવામાં આવેલ છે. કે જીંગા ફાર્મના માલીકો લાગતા વળગતાઓને વહીવટ આપતા હોવાનું પણ જણાવેલ છે.