ઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ કુંભારિયા ખાતે શિષ્યવૃત્તિ પરીક્ષા

540

ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારીયામાં સમગ્ર તાલુકા તથા વિસ્તારમાંથી ધો-૮ પુર્ણ કર્યા પછી ધો-૯ના પ્રવેશ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈહ તી. વિક્રમજનક સંખ્યા રૂપે ૧પ૯૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. શાળા પ્રત્યે તમામ ગામડાના વાલીઓનો પ્રેમ તથા ઉત્સાહ જ આવી વિશાળ સંખ્યા દર્શાવી શકે છે. કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને પરીક્ષા પુર્ણ થયા પછી પ્રેરણાત્મક સંબોધનમાં ધારાસભ્ય અમરીશભાઈ ડેરે પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. શાળાના ટ્રસ્ટી અનંતભાઈ શેલડીયા ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર પરીક્ષાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ પરિવારે ખુબ જ મહેનત ઉઠાવી હતી.

Previous articleરાજુલામાં કાયમી ધોરણે ડાયાલીસીસ સેન્ટરનો મોરારીબાપુના હસ્તે પ્રારંભ
Next articleરજુઆતો બાદ ધાતરવાડીની ડેમની કેનાલનું કામ સારૂં થતા ખેડૂતો ખુશ