રાજુલામાં પ્રિસાઇડીંગ ઓફીસરોનો ચૂંટણી લક્ષી તાલીમ વર્ગ યોજાયો

524

રાજુલા બાલક્રીષ્ના વિદ્યાલય ખાતે નાયબ કલેકટર ડાભીની અધ્યક્ષતામાં ૧૪ લોખસભા મતદાર વિભાગનો સમાવેશ ૯૮ રાજુલા વિધાનસભા રાજુલા જાફરાબાદના મામલતદારનો તાલીમ વર્ગ લેવાયો હતો.

રાજુલા બાલક્રીષ્ના વિદ્યાલયના વિશાળ હોલમાં ૧૪ લોકસભા મત વિસ્તારમાં ૯૮ વિધાનસભાના મતદારો માટે ડેપ્યુટી કલેકટર ડાભીના અધ્યક્ષસ્થાને રાજુલા, જાફરાબાદ તાલુકાના મામલતદાર ચાવડા, રાજુલાના મામલતદાર ચૌહાણની હાજરી સાથે રાજુલા ૯૮ વિધાનસભામાં આવતા લોકસભા વિસ્તારના તમામ ગામો માટે પ્રિસાઇડીંગ ઓફીસરોને ચૂંટણી અધિકારી દ્વારા ઓફિસરનો તાલીમ વર્ગ યોજાયો હતો.

બાલક્રીષ્ના હાઇસ્કુલના ટ્રસ્ટી જે.બી.લાખણોત્રા, રામભાઇ તેમજ શહેર તાલુકાના પ્રતિષ્ઠીત નાગરિકો ગામ આગેવાનોનું બાલક્રીષ્ના હાઇસ્કુલના તમામ સ્ટાફે અભિવાદન કરેલ.

Previous articleકસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ખાતે વાર્ષિકદિનની થયેલી ઉજવણી
Next articleદામનગર શહેરમાં મતદાન જાગૃતિ બાઈક રેલી યોજાઈ