રાજુલાના ૧૩ ગામો માટે સિંચાઇનું પાણી છોડાતા ખુશી

776

રાજુલાના ધાતરવડી ડેમમાંથી સિંચાઇ માટે પાણી બંધ કરતા ખૂદ ખેડૂતો ધારાસભ્ય અમરીશ ડેરના નેજા હેઠળ થોડા સમય પહેલા ડેમ સાઇડ પહોંચ્યા હતા. બાદમાં ત્રણ દિવસની મહેતલ અપાઇ હતી.

આજરોજ ઉચ્ચસ્તરેથી મંજૂરી આવતા પાણી છોડવામાં આવ્યું હતું. ૧૩ ગામોેના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. ખેડૂતો રમેશભાઇ વસોયા, દિલીપ સોજીત્રા સહિતનાએ લડત ચલાવી હતી. આજરોજ પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે હવે પાણી છોડતા રાજુલા જાફરાબાદ શહેરને યોગ્ય પાણી વિતરણ થાય ઉનાળામાં કટોકટી ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવા માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.

Previous articleરજુઆતો બાદ ધાતરવાડીની ડેમની કેનાલનું કામ સારૂં થતા ખેડૂતો ખુશ
Next articleકસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ખાતે વાર્ષિકદિનની થયેલી ઉજવણી