દામનગર શહેર ના સહજાનંદ આયુકેશન ટ્રસ્ટ ગુરૂકુળ આયોજિત મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાય લોકશાહી માં પ્રાણ પૂરતી ચૂંટણી માટે મતદાન જાગૃતિ ના સૂત્રો બેનરો પોષ્ટરો સાથે બાઇક રેલી શહેર ના મુખ્ય ફરી હતી તંદુરત લોકશાહી માટે ફરજીયાત મતદાન લોકશાહી શાશન માં વ્યક્તિ પોતે જ પોતા નો શાસક છે સૌ ટકા મતદાન આપણી રાષ્ટ્રીય ફરજ છે લોકશાહી ના મહાપર્વ ચૂંટણી માં મતદાન કરી લોકશાહી પર્વ ની ઉજવણી કરો ની શીખ અનેકો સૂત્રો સાથે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ધ્યાનાકર્ષક રીતે ફરી
લોકશાહી માં મતદાર પોતે જ પોતા નો શાસક છે મતદાન જાગૃતિ માટે પ્રેરણાત્મક બાઇક રેલી દ્વારા જન જાગૃતિ નું સુંદર કાર્ય હજારો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ઓ ની બાઇક રેલી માં મતદાન ની મહતા દર્શવાતા પોસ્ટર બેનર અને સૂત્રો સાથે ગુરૂકુળ ખાતે થી પ્રસ્થાન મતદાન જાગૃતિ બાઇક રેલી સરદાર ચોક માણેક ચોક કચેરી ચોક ખોડિયાર ચોક જૂની શાકમાર્કેટ મોટા બસ સ્ટેન્ડ થી અજમેરા શોપિંગ થી વેજનાથ મહાદેવ મંદિર પાસે થી પટેલ વાડી થઈ ને ગુરૂકુળ ખાતે વિસર્જિત થઈ હતી એક કિમિ કરતા વધુ લાંબી બાઇક રેલી એ મતદાન જાગૃતિ માટે મતદાન ની મહતા નો સંદેશ આપ્યો હતો.