ફુલવાડી વિસ્તારમાં ગંદાપાણીની ફરીયાદ
ભાવનગર શહેરના ફુલવાડી વિસ્તારડા.ગજ્જરની ગલી આસપાસ પીવાના પાણીની લાઇડ જોડે ગટરની લાઇન ભળી જતા પાણી દુર્ગંધ મારતું હોવાની લોક ફરીયાદો ઉઠવપા પામી છે. આ વિસ્તારના લત્તાના લોકોએ સેવાસદનને ફરીયાદો કરી છે. ઓનલાઇન પણ ફરીયાદો મુકી છે. તંત્ર દ્વારા આવી ગંભીર લોક ફરીયાદ હજી સુધી હલ ન થતા લોકોમાં સેવાસદનના તંત્ર સામે રોષ ઉભો થઇ રહ્યો છે. લત્તામાં સ્ટ્રીટ લાઇટની પણ ફરીયાદ છે. થાંભલો નાખવાની તેનો પણ ઉકેલ થવામાં નથી
સેવાસદનમાં શરૂ થયેલી રીબેટ યોજના
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૨થી રિબેટ યોજના શરૂ થઇ છે. એપ્રિલમાં ભરે તેને ૧૦ ટકા ઓનલાઇન ભરે તો વધારાના બે ટકા સહિત કુલ ૧૨ મળે આવી યોજનાથી સવાલાખ લોકોને લાભ મળે તેવી ધારણા છે. આ યોજના ૩૦ એપ્રિલ સુધી રહેશે તેમ જાણવા મળે છે.
સેવાસદનમાં સેવકોની પાખી હાજરી : લોકોને ધક્કા
એકબાજુ લોકસભાની ચૂંટણીની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. તો બીજીબાજુ લોક પ્રશ્નોની સેવાસદન પાસે ઠીક ઠીક રજુઆતનો દોર ચાલુ છે. મેયર નિયમિત ચેમ્બરે આવી લોકોને પોતાના પ્રશ્નો સાંભળે છે. અન્ય કમીટી ચેરમેનો જાણે વેકેશન ચાલતું હોય તેમ દેખા દેતા નથી. સેવાસદનમાં આજે માત્ર પાંચ છ સેવકો જોવા મળેલ. જેમાં કારોબારી કમીટીના બે જાગૃત સેવકો રાજુભાઇ પંડ્યા દામુ, અનિલભાઇ ત્રિવેદી લોકપ્રશ્નો માટે તંત્ર પાસે રજુઆતો કરી રહ્યા હતા તો ચેરમેનના ટાઉન પ્લાનીંગ કમીટી ચેરમેન કિશોરભાઇ ગુરૂમુખાણી પણ લોકપ્રશ્નો સાંભળવા મોટાભાગનાં લોકો બંધ ચેમ્બરો જોઇને હતાશ બની પાછા જતા રહે છે. કોંગીના સેવકો ઘનશ્યામભાઇ ચુડાસમા, પારૂલ ત્રિવેદી, હિંમત મેણીયા લોકપ્રશ્નોની રજુઆત કરતા જોવા મળેલ.
રોડ રસ્તા – ઢોરો અંગેની પણ લોક ફરિયાદો
લોકો દ્વારા બિસ્માર રોડ રસ્તાઓ અને જાહેર ચોકમાં ઢોરોના ત્રાસની પણ રજુઆત જોવા મળે છે. તો બીજી બાજુ પાણી દેવાય રહ્યાની ફરીયાદ જોવા મળી છે.
સેવાસદનમાં સફાઇ ઝુંબેશ પણ ચાલે છે
ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ વિભાગીય ઓફીસોમાં આડેધડ ફર્નીચર અને રેકોર્ડનાં પોટલાઓને સમાનમા કરવા સફાઇ કામગીરી ચાલે છે. મોટાભાગનું ફર્નીચર અને રેકોર્ડના પોટલા લોબીમાં ખડકાયા છે. અને તેની વ્યવસ્થા માટે કર્મચારીઓ મહેનત ઉઠાવી રહ્યા છે.