સુરત લૂંટના ગુનાનો ફરાર આરોપી લોકભારતી સણોસરા પાસેથી ઝબ્બે

1551

ભાવનગર જિલ્લામાં તથા બહારના જિલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજાની સૂચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના મહિપાલસિંહ ગોહિલ તથા મુકેશભાઇ પરમારને મળેલ સંયુક્ત બાતમીના આધારે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હાના કામે વોન્ટેડ આરોપી નિલેશ ઉર્ફે નીલો ઉર્ફે રાવડી રવજીભાઇ ચાવડા (ઉ.વ.૨૭) રહે.વ્યાસવાડી સણોસરા સાંઢીડા રોડ, તા. શિહોરવાળાને સણોસરા લોકભારતી સંસ્થા જવાના રસ્થેથી ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleબાબરાનાં કણરોણા ગામનાં યુવાનની હત્યા કરેલી લાશ કુવામાંથી મળી આવી