સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે આવેલ ઓખા મુકામે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઇડ સંઘના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ થી ૩૧ માર્ચ દરમ્યાન ગુજરાતના દરીયાકાંઠાના જિલ્લાઓ માટે સી સ્કાઉટ ગાઇડ કેમ્પનું આયોજન થયેલ જેમાં ભાવનગર શહેરની શાળાના બાળકો જોડાયા હતા.
કેમ્પ દરમ્યાન નેવલ કોસ્ટ બેટરી એન.બી.સી.ની મુલાકાત લીધી હતી અને દરીયાઇ સુરક્ષા માટે નેવીના જવાનો કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ આપવામાં આવી હતી. અને તેની રેન્જ બધે સમજ આવેલ ત્યારબાદ નેવીના યુદ્ધ જહાજો, પ્રબલ અને વિદ્યુતની મુલાકાત લઇ તેની કામગીરી અને વેયન્સ અંગે માહિતી મેળવી હતી અને કોષ્ટગાર્ડ દ્વારા જહાજની માહિતી આપવામાં આવેલ. જ્યારે દરીયાઇ જીવસૃષ્ટી અંગે માહિતી મેળવવા ફિશરીયા મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. દરીયામાં લાઇટ હાઉસનું મહત્વ જાણવા ખાસ લાઇટ હાઉસની મુલાકાત લઇ એ અંગે પણ જાણકારી મેળવી હતી.