આજરોજ લોકલ ક્રાઇમ બ્રાંચ ટીમ ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો.વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયાને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી સુરેશભાઇ વેરશીભાઇ વાઘેલા (દેવીપૂજક) (ઉ.વ.૨૪) રહે.મૂળ ગરીપરા તા. ઘોઘા હાલ સરધાર જિ.રાજકોટ વાળો ભાવનગર રીલાયન્સ મોલ સામે આવેલ જોગસ પાર્ક પાસે ઉભો છે. જે હકીકત આધારે સદરહું મજકુર ઘોગા રોડ પોલીસ સ્ટેશન નાં ૨૦૧૭નાં વાહન ચોરીનાં ગુન્હામાં નાસ્તો ફરે છે. તેમ પૂછપરછમાં જણાવતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ પૂછપરછ કરતા તેણે અમરેલી જિલ્લામાં તથા રાજકોટ સીટીમાં વાહન ચોરીના ગુન્હા કરેલ તે ગુન્હામાં પણ નાસ્તો ફરતો હોવાનું જણાવતા ઇસમનો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.